ગુનોમાંડવી

ડૂબેલા રૂપિયા પરત અપાવવા માંડવી ક્રેડિટ સોસાયટી દ્વારા પ્રાંતમાં રજૂઆત

સોસાયટી મંડળીના થાપણદારો ભેગા થઈ મહેનતના રૂપિયા પરત અપાવવા આવેદનપત્ર

માંડવી નગરમાં 18 જેટલા લોકો ભેગા મળી માંડવી ક્રિડિટ કો-ઓપ સોસાયટી મંડળીની રચના કરી ચેરમેન અને ડિરેક્ટરોની વરણી કરવામાં આવી હતી. અને ડેઈલી બચત માટે રિકરીગ ખાતાં તેમજ ફીક્સ ડિપોઝિટ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ મંડળીનો વહીવટ લથડી જતાં છેલ્લા એક બે વર્ષથી મંડળી ને તાળા લાગી જતાં થાપણ દારોના રૂપિયા ફસાઈ ગયા છે. મહેનતના રૂપિયા બચત કર્યા હોય, જે ડૂબી જવાથી શુક્રવારે ક્રેડિટ કો-ઓપ સોસાયટી મંડળીના 40 જેટલા થાપણ દારો અને ફીક્સ ડિપોઝિટ ધરાવતા સભાસદો ભેગા મળી માંડવી પોલીસ સ્ટેશનમાં અરજી કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

માંડવી ક્રિડિટ કો-ઓપ સોસાયટી મંડળીનાં ચેરમેન અને ડિરેક્ટરો થાપણદારો રૂપિયા માંગતાં ઉડાવ જવાબો આપતા હોય, જેને કારણે ભેગા થઈ મંડળી ચેરમેન અને તમામ જવાબદાર ડિરેક્ટરો વિરોધ માંડવી પોલીસ સ્ટેશનમાં અરજી કરી પ્રાંત ઓફીસ પર પહોંચી પ્રાંત કર્મચારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે અમારા મહેનતના રૂપિયા અમને અપાવો. ત્યારબાદ થાપણ દારો અને ફીક્સ ડિપોઝિટ ધરાવતા સભાસદો ભેગા મળી છેલ્લા ઘણા સમયથી બંધ ક્રેડિટ કો- ઓપ સોસાયટીની ઓફીસ પહોંચી નારાબાજી કર્યા હતા.

જવાબદારો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરી લેવા જોઈએ: સભાસદો
માંડવી ક્રિડિટ કો-ઓપ સોસાયટી મંડળીમાં થાપણદારો અને ફીક્સ ડિપોઝિટ ધરાવતા સભાસદોને સંતોષ કારક જવાબ નહીં મળતા હવે થાપણદારો અને ફીક્સ ડિપોઝિટ ધરાવતા સભાસદોને ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો પર વિશ્વાસ રહ્યો નથી. જેને કારણે તમામ જવાબદારોના પાસપોર્ટ સહિતનાં જરૂરી ડોક્યુમેન્ટ પોલીસ તંત્ર જમાં કરાવી લે એવી ચર્ચા પણ સ્થળ પર થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button