ગુનોનર્મદા

સેલંબામાં પથ્થરમારા બનાવના પડઘા એવા તો પડ્યા કે, સાગબારા પોલીસ સ્ટેશનના PSIની બદલી કરાઈ

સાગબારા PSI તરીકે સી.ડી.પટેલને મુકવામાં આવ્યા

નર્મદા જિલ્લામાંથી શૌર્ય જાગરણ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદના 70 વર્ષ પૂર્ણ થતા બજરંગ દળના સહયોગથી સાગબારા પોલીસની હાજરીમાં નીકળી હતી. યાત્રાના પ્રારંભમાં જ પથ્થરમારો થતા કોમી રમખાણની પરિસ્થિતિ ઉભી થઇ હતી.

દુકાનોમાં તોડફોડ અને આગ ચંપીની ઘટનાથી ત્રણ જિલ્લાની પોલીસ બોલાવવી પડી અને IGને જાતે સેલંબા દોડી આવવું પડ્યું હતું. 29 સપ્ટેમ્બરે બનેલી ઘટનાને આજે 14 દિવસ થયા છતાં પરિસ્થિતિ સામાન્ય બની નથી.

જેમાં જાણે પોલીસથી બેખોફ એવા વસીમ જેવા શખ્સ પોલીસને ગેરમાર્ગે દોરી શાંતિના માહોલમાં પુનઃ આગ ચાંપી આવી ઉપર છાપરી બનાવોને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ બોર્ડર પાર કાયદો અને વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે સાગબારા PSI પી.વી.પાટીલની બદલી કરીને લીવ રિઝર્વ અટેચ PSI SOU સત્તામંડળ એકતાનગર ખાતે કરવામાં આવી છે.

જ્યારે સાગબારા PSI તરીકે સી.ડી.પટેલને મુકવામાં આવ્યા. સી.ડી.પટેલ પહેલા ડેડીયાપાડા PSI તરીકે ફરજ બજાવી ચૂકેલા છે અને હાલ એમ.ઓ.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડના રેગ્યુલર ચાર્જમાં હતા. ત્યાંથી તેમને સાગબારા બોર્ડર પુનઃ સોંપવામાં આવી છે.

પી.એસ.આઈ પી.આર.ચૌધરી કે જેઓ લીવ રિઝર્વ અટેચ પોસઈ SOU સત્તામંડળ એકતાનગર ખાતે હતા. જ્યાંથી તેમની બદલી કરી એમ.ઓ.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ વિભાગ સોંપવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button