કામરેજ 

કામરેજના નવી પારડી ગામે રાજ હોટલ નજીક સુરતથી વતનમાં જઇ રહેલા આઘેડને કાળ ભરખી ગયો

સુરત જિલ્લાના કામરેજનાં નવી પારડી ગામની સીમમાં આવેલ રાજ હોટલ નજીક સૌરાષ્ટ્રવાસી આઘેડને ટ્રકચાલકે અડફેટમાં લઇ લેવાનાં પગલે જેમનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત નિપજી ગયું હતું. બનેલ ઘટનાને લઈને કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લખમણભાઇ ભવાનભાઇ બાળધા ઉ.વ.73 હાલ રહે નાના વરાછા સુરત મુળ રહે સરસીયા ગામ જી.અમરેલી આજે પત્ની શારદાબેન સાથે વરાછા સુરતથી ટ્રાવેલ્સ બસમાં બેસી વતનમાં જઇ રહ્યા હતા. જે દરમ્યાન બસ કામરેજ નવી પારડી ગામની સીમમાં રાજ હોટલ નજીક હાઇવેની સાઇડે ઉભી રહેતા લખમણભાઇ બસની નીચે બાથરૂમ કરવા માટે ઉતર્યા હતા. જોકે બાથરૂમ કરીને પરત ફરી રહેલા આઘેડને પાછળથી આવી રહેલી ટ્રક નં.જીજે-૫-બીએક્સ-7117 નાં ચાલકે પોતાનાં કબ્જાની ટ્રક પુરઝડપે હંકારી લાવી સ્ટેયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દઇ આગળ ચાલી રહેલા આઘેડને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ફરાર થઇ ગયો હતો.

જોકે આ અકસ્માતની ઘટનામાં લખમણભાઇને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજી ગયું હતું. ત્યારે સમગ્ર ઘટના અંગેની જાણ કામરેજ પોલીસને થતા બનાવના સ્થળે દોડી આવેલી પોલીસે હાલ કસુરવાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી જેને ઝડપવાની દિશામાં ચક્રો પ્રતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Back to top button