કારોબાર

Airtel એ પણ ઝીંક્યો ભાવ વધારો, નવા પ્લાનની કિંમત જાણી આંખો ફાટી જશે!

Jio ના કરોડો ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ આવે Airtel પણ ગ્રાહકોની કમર તોડી છે. Airtel ના કરોડો ગ્રાહકોને રિચાર્જ પ્લાનમાં હવે વધારે ખર્ચ કરવો પડશે.

Jio ના કરોડો ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ આવે Airtel પણ ગ્રાહકોની કમર તોડી છે.  Airtel ના કરોડો ગ્રાહકોને રિચાર્જ પ્લાનમાં હવે વધારે ખર્ચ કરવો પડશે. કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન વધારો કરી નવો પ્લાન જાહેર કર્યો છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ, 2024થી અમલમાં આવશે.

પ્લાનમાં કેટલા રૂપિયા વધ્યા?

કંપનીએ એક પ્રેસ રિલીઝ જારી કરીને પ્લાનની કિંમતોમાં થયેલા ફેરફારો વિશે જાણકારી આપી છે. કંપનીના સૌથી સસ્તા પ્લાનની કિંમત 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે. બ્રાન્ડનો 1799 રૂપિયાનો પ્લાન હવે 1999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમતોમાં પણ વધારો થયો છે.

એક વર્ષના રિચાર્જમા કેટલો વધારો થયો?

265 રૂપિયાના પ્લાનની કિંમત હવે વધીને 299 રૂપિયા થઈ ગઈ છે. 1.5GB ડેટાવાળા પ્લાનની કિંમત 299 રૂપિયાથી વધીને 349 રૂપિયા થઈ ગઈ છે. 56 દિવસના પ્લાનની કિંમતમાં પણ વધારો થયો છે. કંપનીએ 479 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 579 રૂપિયા કરી દીધી છે. એવામાં જ દૈનિક 2GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને SMS સાથે રૂ. 2999નો પ્લાન હવે રૂ. 3599માં ઉપલબ્ધ થશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.

પોસ્ટ પ્લાનની કિંમતોમાં પણ વધારો

કંપનીએ ડેટા વાઉચરની કિંમતોમાં પણ વધારો કર્યો છે. તેના 19 રૂપિયાના પ્લાનની કિંમત 22 રૂપિયા થઈ ગઈ છે. આમાં એક દિવસ માટે 1GB ડેટા મળશે. જ્યારે પોસ્ટપેડ પ્લાનની કિંમતની વાત કરવામાં આવે તો તે પણ વધી ગઈ છે. કંપનીએ 399 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 449 રૂપિયા કરી દીધી છે. જ્યારે 999 રૂપિયાનો પ્લાન 1199 રૂપિયામાં મળશે.

Related Articles

Back to top button