ગુજરાતરાજનીતિ

રાજ્યસભામાં ભાજપના તમામ 4 ઉમેદવાર બિનહરીફ જાહેર, ગાંધીનગરથી સત્તાવાર જાહેરાત

રાજ્યસભાની ચૂંટણીમાં તમાં 4 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

  • રાજ્યસભાના ભાજપા 4 ઉમેદવાર બિનહરીફ જાહેર
  • જે.પી.નડ્ડા બિનહરીફ જાહેર થયા
  • મયંક નાયક, ડો જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકીયા બિનહરીફ જાહેર

ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોઈ રાજ્યસભાનાં 4 ઉમેદવાોનો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપનાં ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારનાં ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત કરવામાં આવી હતી. આ તરફ  કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. મહત્વનું છે કે, 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.

કોણ છે જે.પી. નડ્ડા ?

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે
    જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
  • બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
    BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી
    શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
  • પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
  • રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
  • વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે
  • મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા

ગોવિંદ ધોળકિયા કોણ છે?

  • દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
    હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
  • નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
  • વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
    હાલ 4800 કરોડની નેટવર્થ
  • લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
  • 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
    શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
    બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
  • શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
    રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
  • પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
  • હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી

મયંક નાયક કોણ છે?

  • ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
    મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
    મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
    મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button