ડાંગ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોળસમાળથી ડેમ જતા સીસી માર્ગની કોંક્રિટ ગટરમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોળસમાળથી ડેમ તરફ જતા સીસી માર્ગ પર બનાવાયેલ કોન્ક્રીટ ગટરમાં વ્યાપક ગેરરીતિ આચરતા ગણતરીના દિવસોમાં જ ગટર તૂટી જતા સરકારી નાણાંનો દુરોપયોગ થયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પોળસમાળ ગામે તાજેતરમાં જ જૂથ યોજનાના ડેમ તરફ જતા સીસી માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયત દ્વારા કોન્ક્રીટ ગટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ગટર નિર્માણમાં ઇજારદાર દ્વારા સરકારી ધારા ધોરણનો છેદ ઉડાડી માસ્ક કોન્ક્રીટમાં સળિયા નાંખ્યા વગર જ બનાવી દેતા ગટર નિર્માણ થયાના ગણતરીના દિવસોમાં જ ઠેર ઠેર તૂટી જતા સરકારી નાણાંનો ગેરવ્યવ થયો હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે. સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.

Related Articles

Back to top button