માંગરોળરાજનીતિસુરત

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનમાની કરતા હોવાના આક્ષેપો

માંગરોળ તાલુકા કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારોએ રાજીનામાની ચિમકી આપી

સુરત જિલ્લા કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. બારડોલી તાલુકા કોંગ્રેસ બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી યુનુષ પટેલને હટાવવાની માંગ કરી રહ્યા છે.

સુરત જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પક્ષથી નારાજ ચાલતા હોદ્દેદારો એક બાદ એક ખુલીને બહાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા સરદાર નગરી બારડોલીના કોંગ્રેસ સમિતિના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા. ત્યારે આજરોજ માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું ગંભીર આક્ષેપ કરી રહ્યા છે.

એક સમયે સુરત જિલ્લાના છેવાડે આવેલા માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓ કોંગ્રેસના ગઢ ગણાતા હતા.  ત્યારે હવે માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનહર પટેલ તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યુનુષ પટેલને હોદ્દા પરથી હટાવા માંગ કરી છે. બારડોલી તાલુકા કોંગ્રેસ બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસ પણ માંગ કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button