માંડવી

માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં માળખાગત સુવિધાઓનો અભાવ

ABVPએ વિધાર્થીઓને પાયાની સુવિધાઓ ના મળતી હોવાના દાવાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

  • આદિજાતિ વિભાગ દ્વારા લાખ્ખો-કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે. 

  • માળખાગત સુવિધા ના હોય તો લાખ્ખો-કરોડોની ગ્રાન્ટનું શું થયું?

  • સેમેસ્ટર પૂર્ણ થવામાં હવે વધારે સમય નહીં અને અસુવિધા? બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોણ છે?

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં પાયાની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી પોતાનો લાગણીઓ સરકાર સુધી પોહચાડવાની કોશિશ કરી હતી.

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં છાત્રાલયની અંદર રહેતા વિધાર્થીઓને પાણીની સુવિધા, નાહવા માટે ગરમ પાણીની સુવિધા, વિદ્યાર્થીઓના ભોજનની ગુણવતા તેમજ જમવા માટે ડિનર સેટ પણ ન મળતો હોવાના વગેરે આક્ષેપો સાથે આજ રોજ માંડવી નગરના પ્રવેશ દ્વારા પાસેના રસ્તા પર ABVP સંગઠનના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા હતા. જેને લઇને સરકારી કુમાર છાત્રાલયના સંચાલકો દોડતા થઈ ગયા હતા.

સરકારી કુમાર છાત્રાલયમાં ફરજ બજાવતા અક્ષય દેસાઈએ જણાવ્યું હતું કે, બિલ્ડીગના રીનોવેશનને લઈને આગળ અમે રજૂઆત કરી દીધી છે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જે અન્ય જે પણ રજૂઆત છે. એ પણ ઉપરા સ્તરે રજૂઆત કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button