ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતનર્મદારાજ્ય

સરકારના રોજગારી આપવાના કાયદામાં જ ભ્રષ્ટાચારના બી ની વાવણી

સાગબારા તાલુકામાં સામાજિક વનિકરણ તથા વન વિભાગે કરેલા કામોમાં જોબ કાર્ડ ધારકોના નામથી ખોટી હાજરી પુરવામાં આવતી હોવાનો આક્ષેપ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા લેખીત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સામાજિક વનિકરણ તથા વન વિભાગ દ્વારા જોબ કાર્ડ ધારકોના નામથી ખોટી હાજરી પુરવામાં આવે છે અને ખુબજ મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

સાગબારા  તાલુકામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું નથી અને ગરીબ લોકોના જોબ કાર્ડ ઉઘરાવીને ખોટી હાજરી પુરવામાં આવે છે. અને આ રીતે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૮ થી લઈને હાલના ૨૦૨૨-૨૩  વર્ષ દરમિયાન સાગબારા તાલુકામાં કરવામાં આવેલા પ્લાંટેશન અને વાવેતર સ્થળોની સ્થળ તપાસ કરવામાં આવશે તો કેટલા સ્થળો પર નકલી વૃક્ષારોપણ અને નકલી વાવેતર કરીને જે તે અધિકારીઓએ દ્વારા કાગળ ઉપર કામ બતાવી દેવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે બાબત સામે આવશે.

નકલી વૃક્ષારોપણ અને નકલી વાવેતર એટલે કે સ્થળ ઉપર કામગીરી જ કરવામાં આવતી નથી અને જ્યાં કરવામાં આવી છે તે જગ્યાએ માત્ર ૧૦ % રોપાઓ રોપવામાં આવ્યા છે.  અને એની સામે ગરીબ જોબ કાર્ડ ધારકોના જોબ કાર્ડ ઉઘરાવીને ખોટી હાજરી પુરવામાં આવે છે. તથા સામાજિક વનિકરણ તથા વન વિભાગ નર્મદા દ્વારા સાગબારા તાલુકામાં સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સીને વગર ટેન્ડરે કામગીરી આપવામાં આવે છે અને ટકાવારી ઉઘરાવી મજુરોના પૈસા અધિકારીઓ પોતાના ખિસ્સા ભરે  છે. સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સી દ્વારા જેટલાં પણ કામો કરવામાં આવ્યાં છે તે તમામ કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે એવી  માંગ જાગરુત નાગરિકો દ્વારા  કરવામાં આવી છે. સાગબારા તાલુકામાં ચેકડેમો, સંરક્ષક દિવાલો, વન તલાવડી, વન વિભાગ દ્વારા બનાવવામાં આવતી જ નથી અને બિલો ઉપાડીને એજન્સીઓને આપી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે.

તારીખ ૧૦ જુલાઇ ૨૦૨૩ સુધીમાં સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરી ભ્રષ્ટાચાર કરનાર કારકુનો, કોમ્પ્યુટર ઓપરેટરોની જિલ્લા બહાર બદલી કરવામાં નહીં આવે તો તારીખ૧૫ જુલાઇ ૨૦૨૩નાં રોજ મોટી જન મેદની સાથે અરજદારો અગ્ર વન સંરક્ષકની ઓફીસ, ગુજરાત બ્લોક એ અરણ્ય ભવન ગાંધીનગર ખાતે જશે  અને એક દિવસનું પ્રતિક ધરણાં કાર્યક્રમ કરશે જેની નોંધ લેવા પણ રજૂઆતમાં ચીમકી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button