નર્મદા

દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામે15 માં નાણાપંચ હેઠળ ભ્રષ્ટાચાર થયાના આરોપ

કોન્ટ્રાકટરે હલકી કક્ષાના સાધનો વાપર્યાનો આક્ષેપ

દેડિયાપાડા તાલુકાના અનેક પંચાયતોમાં 15 માં નાણાપંચ હેઠળ ૨૦ ટકા તાલુકા ગ્રાન્ટ વર્ષ 20-21 હેઠળ હાઈમાસ્ટ ટાવર લાઇટનું કામ કરવામાં આવેલ છે. જે કામ પૂર્ણ કર્યાના 10 થી 15 દિવસની અંદર જ બંધ પડી જતા એજન્સી સામે અનેક સવાલો ઊભા થયા છે.

ઉમરાણ ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પહાડ સિંહ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી બંધ પડેલ હાઈમાસ્ટ ટાવર લાઇટ નું કામની ગુણવત્તા તપાસવામાં આવે સહિત એસ્ટીમેન્ટ વિરુદ્ધ કામ થયું હોવાથી તપાસની માંગણી કરવામાં આવી છે તેમજ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

બંધ પડેલ લાઈટ રીપેર કરવા માટે અનેકવાર રૂબરૂ એજન્સીને જાણ કરી છે પરંતુ કામ પૂર્ણ કરવામાં આવેલ નથી સાથે જ ઝડપથી બિલો નીકળે એ માટે તલાટીઓ પર દબાણો કરવામાં આવે છે જે વ્યાજબી નથી.જેથી એજન્સીનું પેમેન્ટ અટકાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button