ગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકમાંડવીરાજ્યસુરત

આમલી ડેમની સપાટી 112.90 મીટર પહોંચી

ડેમનો ગેટ ખોલી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

આમલી ડેમની જળ સપાટી 112.90 મીટર પહોંચી હતી. હાલમાં આમલી ડેમ (વેર-2 ડેમ)માં તેની કુલ પાણી સંગ્રહશક્તિના 59.57 જ જથ્થો ભરાયેલો છે. પાણીનો ઇનફલો 201.00 ક્યુસેક નોંધાયો છે. હાલમાં ચાલુ માસે જળાશયનું રૂલ લેવલ 113 મીટર જાળવવા પુરની પરિસ્થિતી ન સર્જાય તે ધ્યાને લઈ આમલી ડેમનો એક દરવાજો ખોલી 100 ક્યુસેક પાણી છોડાયું હતું.

હાલમાં ચાલુ માસે જળાશયનું રૂલ લેવલ 113 મીટર જાળવવા પુરની પરિસ્થિતી ન સર્જાય તે ધ્યાને લઈ આમલી ડેમમાંથી 1 (એક) ગેટ 0.10 મીટર(10 સે.મી) ખોલવામાં આવ્યો. દરવાજા મારફતે 100 (સો) ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરાયું હતું. જે ધ્યાને લઈ ડેમમાં હેઠવાસમાં નદી કિનારે આવેલ પૂરથી અસરગ્રસત થાય તેવા માંડવી તાલુકાના ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આમલી ડેમનું પાણી તાપી નદીમાં માંડવી તાલુકાના વરેલી ગામ પાસે મળે છે. વેર-2 (આમલી)ડેમના હેઠવાસમાં આવેલા માંડવી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં જોઈએ તો, ગોરધા, અમલસાડી, કરવલી, કાછીયા બોરી, ગોદાવાડી, ગવાચી, ગોડસંબા, ગંગાપુર, બુણધા, દેવગીરી, માલદા, લીમદા, કોલખાડી, દેવગઢ, આંધરવાડી, જુનવાણ, વીસડાલિયા, ફુલવાડી, મોરીઠા, સાલૈયા, વાલરગઢ, ખરોલી, પીપરીયા, વરેલી, આમલી, કાલીબેલ, પારડી એમ 27 ગામોના નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવાનો વેર-2 યોજના વિભાગ-વ્યારાના કાર્યપાલક ઈજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button