ઓલપાડગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકરાજ્યસુરત

ઓવરબ્રિજ બનવા છતાં એ અકસ્માતનો અંત નથી: કીમ રેલવે ઓવરબ્રિજ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતમાં મોપેડે શ્વાસ છોડયા અને અકસ્માત કરનાર ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર

ઓલપાડ તાલુકાના કીમ રેલવે ઓવરબ્રિજ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં મોપેડનો ભુક્કો બની ગયો હતો. નસીબ જોગ  મોપેડ પર સવાર બંને  યુવાનોનો આબાદ બચાવ થયો હતો. અને ઘટના સ્થળે હાલ કીમ પોલીસ પોહચી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લામાં બેફામ દોડતા ડપ્પરો અને ટ્રકોના કારણે  નિર્દોષ લોકોના મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના આપણાં સામે આવી છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ઓવર બ્રિજ પર બાલાજી પેલેસની સામે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં મોપેડનો તો ભુક્કો થઈ ગયો હતો. જ્યારે અક્સ્માત કરીને ટ્રક ડ્રાઈવર સ્થળ પર ટ્રક મૂકી ભાગી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, સ્થાનિક લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. ત્યારબાદ ઘટના સ્થળેથી કીમ પોલીસને જાણ કરવામાં આવતા કીમ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે નસીબ જોગ આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

થોડા દિવસ પહેલાં નજીકમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર પણ અકસ્માત સર્જાયો હતો- 
કામરેજ તાલુકાનાં લસકાણામાં રહેતા ત્રણ યુવકો ૩૦ જૂનના રોજ  રોજ બાઈક નંબર GJ-14-S-8380 લઈને નીકળ્યા હતા. જેમાં  બ્રિજેશ રામ મિલન પાલ નામના ઇસમે પોતાના અન્ય બે મિત્રો ઉમેશ અમરજીત પાલ અને શત્રુઘન ઉર્ફે ભોલો બુધપાલ લઈને બપોરના ૨ વાગ્યાની આસપાસ મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઈક બ્રિજેશ રામ મિલન પાલે બાઈકને રોડની બાજુમાં ઊભી રહેલ ટ્રકના પાછળ અથડાવી દીધી હતી. જેમાં બાઈક પર સવાર યુવકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન શત્રુઘન નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button