માંડવીસુરત

ઘલા-બૌધાન રોડ પર અકસ્માત સર્જાતા કાર પલ્ટી મારી શેરડીના ખેતરમાં ઉતરી

ઘટનામાં બેને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા

ઘલા-બૌધાન રોડ પર ઘલા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ઇકો કાર રોડની નીચે ઉતરી ગઇ હતી અને શેરડીના ખેતરમાં પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં બેને ઈજાઓ થઈ હતી.

સુરત જિલ્લામાં હાલ સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. કામરેજ તાલુકાના ઘલા ગામ નજીક પસાર થતા ઘલા-બૌધાન રોડ પર ઇકો કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ઇકો કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને શેરડીના ખેતરમાં પલ્ટી મારી ગઈ હતી. ઘટનાને પગલે રોડ પર પસાર થઈ રહેલા વાહનચાલકો થોભી ગયા હતા અને ઇકો કારમાં રહેલી એક મહિલા અને પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા. બન્નેને પગને ભાગે ઈજાઓ થતા સમગ્ર ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, બન્નેને પગના ભાગે ઈજાઓ થઈ હતી. જેથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇકો કાર ભરૂચથી માંડવી તાલુકાના ગોદાવડી ગામે જતી હતી. તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઇ મોટી જાનહાનિના સમાચાર ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button