માંડવી

માંડવી તાલુકાના લાખગામ ખાતેનું આરોગ્ય કેન્દ્રની એવી હાલત કફોડી બની કે, તેને તે જ ગ્રામ પંચાયતના પંચાયત ભવનમાં જ આઇસોલેટ કરવી પડી?

માંડવી તાલુકાના લાખ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંદિર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેતા હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગ્રામ પંચાયતના મકાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અંતરિયાળ વિસ્તારના લોકોને અપુરતી સુવિધાથી હેરાન થઈ રહ્યા છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાખ ગામ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન થોડા વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં જર્જરિત સ્થિતિમાં ફેરવાય જતાં ગ્રામ પંચાયતના મકાનમાં આરોગ્યલક્ષી સેવા આપવામાં આવે છે, પરંતુ લાખગામ આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવેલી ગામો ખરેડા, કાટકુવા, આંબાપુર, માંકણઝર તથા લાખગામના દર્દીઓને સારવાર મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે વરસાદના માહોલમાં બિમારીના સંજોગોમાં સારવાર માટે દઢવાડા અથવા સઠવાવના આરોગ્ય કેન્દ્ર સુધી લંબાવાવની સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જર્જરિત આરોગ્ય કેન્દ્રને થોડા સમય પહેલા જ રંગરોગાન કરવામાં આવ્યું હતું. પરંતુ જોખમી બનેલ મકાન હાલમાં બિનઉપોયગી બની ગયું છે. ત્યારે સ્થાનિક કક્ષાએ નવા આરોગ્ય કેન્દ્રના નિર્માણ સાથેની સુવિધા શરૂ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવામાં આવી છે.

લાખગામ ખાતેનું આરોગ્ય કેન્દ્ર ઘણા વર્ષ પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બનતા ગ્રામ પંચાયત દ્વારા મરામત કરાવી સલામત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ મકાન વધુ જર્જરિત બનતા હાલમાં ગ્રામ પંચાયતના મકાનમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જે તે વિભાગને નવા આરોગ્ય કેન્દ્ર માટે રજૂઆત પણ કરી દેવામાં આવી છે.

Related Articles

Back to top button