માંગરોળ

માંગરોળ તાલુકાના મોસાલી ગામે પોલીસ રેસિડેન્ટ નજીક ગંદકીનું સામ્રાજ્ય બહાર આવ્યું

મોસાલી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત સરકાર હેઠળ ચાલતા સ્વચ્છતા અભિયાનની ઠેકડી મારતા હોવાનું પ્રજા સમક્ષ જણાય આવ્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના મોસાલી ગામે તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે ગ્રામ પંચાયત મોસાલી દ્વારા ભારત ભરમાં ચાલી રહેલ નરેન્દ્ર મોદી સાહેબની નેમ સ્વચ્છતા અભિયાન બાબત સાથે પંચાયતના કર્મચારીઓ તથા સરપંચ શ્રી ઠેકડી મારી રહ્યા હોય તેમજ સ્વચ્છતા અભિયાન બાબતે ધજાગરા ઉડાડી રહ્યા હોય તેવું માલુમ પડે છે.

મોસાલી ગામ પંચાયતની અંદર ગ્રામ પંચાયત કચેરી નજીકથી પસાર થતી ખાડી જે મોસાલી નગરની પ્રવેશદ્વાર સુધી ગંદકીથી અને કચરાથી ખદ બદે છે.

મોસાલીમાં સદર કચરો અને ગંદકીના સ્થળ નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ત્યાં પોલીસ રેસિડેન્ટ પણ આવેલા હોય તેની બાજુમાં પ્લાસ્ટિક અને કાગળો ત્યાં નાખી તેમજ તે સ્થળ પર ખૂબ જ ગંદકીનું પ્રમાણ ઇરાદાપૂર્વક કરી રહ્યા છે. ગ્રામ પંચાયત મોસાલી પાસે સ્વચ્છતા અભિયાન માટે કોચરો વણવા માટે સાધનો પણ હોય તેઓ ગામમાંથી રોજબરોજના કચરો પણ સાફ કરાવતા હોય પરંતુ મોસાલી ગ્રામ પંચાયતની અંદર જોતા સ્વચ્છતા અભિયાન સાથે ઠેકડી મારી રહ્યા હોવાનું સાબિત થાય છે. ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે.

ત્યાં બાજુમાં તાલુકા પંચાયતની કચેરી હોય ગ્રામ વિકાસને લગત જવાબદાર અધિકારી તાલુકા વિકાસ અધિકારી પણ ત્યાં બેસતા હોય ત્યારે સ્વચ્છતા અભિયાન બાબતે શું અધિકારીઓની નજર ના હોઈ શકે ?. તાલુકા વિકાસ અધિકારી શું ગ્રામ પંચાયતના અધિકારીને ફરજ ના પાડી શકે?

ત્યારે મોસાલી ગ્રામ પંચાયતના સ્થાનિક લોકોએ આ ગંદકીનો ઉપદ્રવ અને કચરો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી ક્યારે હટાવશે એ જોવાનું રહ્યું . વધુમાં ગ્રામ પંચાયતની જવાબદારીના રુએ ફરજ પરના અધિકારીઓએ તાકીદે આ ગંદકીને દૂર કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button