માંડવી

માંડવી તાલુકાના સઠવાવ ગામે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ટેકનિકલ ખામીઓને કારણે પાયલોટ દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

મળતી માહિતી મુજબ, પુના સ્થિત ઇન્ડિયન આર્મી નોર્થન કમાંડનું આ હેલિકોપ્ટર નાશિકથી જોધપુર જાઈ રહ્યું હતું. જે દરમિયાન માંડવી તાલુકા વિસ્તાર માંથી પસાર થતી વખતે ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરના emergamcy લેન્ડિંગની સ્થિતીનું નિર્માણ થતાં, પાયલટ દ્વારા સુઝબુઝ રાખી સુરક્ષિત સ્થળની શોધમાં માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માંડવીના સઠવાવ મુકામે લેન્ડિંગ કરવામાં આવ્યું. તેવા અજુક્ત સમયે સ્થાનિકોમાં ભયનુ વાતાવરણ સર્જાયું હતું. પરંતુ આખરે પાયલટ દ્વારા સઠવાવ ગામની સીમમાં આવેલ ખુલી જગ્યામાં હેલિકોપ્ટર સુરક્ષિત રીતે લેન્ડ થતાંજ મોટી દુર્ઘટના તળી હોવાનું જણાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાલ, ટેકનિકલ ખામીના કરેલ લેન્ડ કરાયેલ હેલિકોપ્ટર માટેની મરામત માટે બચાવ હેલિકોપ્ટર આવી જતા, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

માંડવી પોલીસને જાણ થતાં, માંડવી પોલીસના જવાનો ઘટના સ્થળે સુરક્ષા ઘેરો કરવા તૈનાત થઈ હતી.

રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા હેલિકોપ્ટર લેન્ડીંગ કરાયું હોવાની જાણ થતાં તત્કાળ સ્થળની મુલાકાત લઈ પાયલટ સાથે સંવાદ યોજી સ્થિતિનો ત્યાગ મેળવી જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટે ના સૂચનો કરાયા હતા.

સાંસદ પરભુ વસાવા દ્વારા પણ સ્થાનિક પ્રશાસન અને પાયલટ સાથે સંવાદ કરી તમામ બાબતે સહયોગ કરવાનું જણાવાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button