નર્મદા

સાગબારા નજીકથી તમંચા સાથે ફરતો પર પ્રાંતિય યુવાન ઝડપાયો

કોની પાસેથી? કોના માટે? ક્યાંથી? હમણાં સુધી કેટલી? વગેરે માહિતી જાણવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી?

રાજપીપળા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસે ચેકિંગ સઘન બનાવી દીધું છે. ખાસ કરીને મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અસામાજીક તત્વો સામે પણ કડક હાથે કાર્યવાહી કરાઇ રહી છે. એલસીબી અને એસઓજીની ટીમ પણ વોચ રાખી રહી છે. સાગબારા વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે મધ્યપ્રદેશ બડવાની જિલ્લાનાં વરલા તાલુકાનાં ચાપરિયાંપાની ગામના વિક્રમ બોરેલા (રાવત) પાસેથી એક દેશી હાથ બનાવટ પિસ્ટલ મેગઝીન સાથે લઈને ફરતો મળી આવ્યો હતો. હાલ તો યુવાનની અટકાયત કરી તે દેશી તમંચો કોની પાસેથી લાવ્યો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો સહિતની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Back to top button