ડાંગરાજનીતિ

વઘઇ એપીએમસીની ચૂંટણીમાં નવો વિવાદ સર્જાયો

મતપેટીમાંથી 86 બેલેટ પેપરની જગ્યાએ 88 બેલેટ પેપર નીકળ્યા

વઘઇ એપીએમસીની સામાન્ય ચૂંટણી-2023ની મતગણતરી 13મી ઓક્ટોબરના રોજ કરાઇ હતી. ઉમેદવારો એજન્ડા તેમજ કચેરીનાં સ્ટાફની હાજરીમાં મતપેટી ખોલવામાં આવે જે બેલેટ પેપરોની ગણતરી કરતાં કુલ 88 બેલેટ પેપરો મતપેટીમાંથી નિકળતા શંકાનું સ્થાન લાગે છે.  જેને લઇને વાંધો ઉઠાવાયો છે.

13મી ઓક્ટોબરના રોજ એપીએમસી ચૂંટણી મત ગણતરીનું આયોજન કરાયું હતું. મતદાન પેટી સાત દિવસ અગાઉ 7મી ઓક્ટોબરના રોજ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ.મ.લી.આહવા દ્વારા લઈ જવાઇ હતી ત્યારે કચેરીમાં 7થી 13 ઓક્ટોબર સુધી રાખવામાં આવી હતી, જેના કારણે તેમની કામગીરી શંકાનાં દાયરામાં જોવા મળી હતી. આ અંગેની વાંધા અરજી પણ કરવામાં આવી હતી તેમ છતાં મતપેટી ખોલવામાં આવી હતી, જેમાં બે બેલેટ પેપરો વધારે નીકળ્યા હતા. જેમાં બેલેટ નંબર –1 અને 19 નંબરનાં બેલેટ પેપરમાં ઉમેદવાર ભોયે સુરેન્દ્ર દશ્યાની પેનલનાં ઉમેદવારોને મત પડેલા છે, જેને લઇને ભોયે નયનેશ માધુભાઈ દ્વારા વાંધો ઉઠાવાયો છે. સમગ્ર મામલાને ધ્યાને લઇને ચૂંટણી રદ કરવામાં આવે અને ફરીથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગ સાથે ભોયે નયનેશ માધુભાઈ દ્વારા આહવા ડાંગ ચૂંટણી અધિકારી અને મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર સ. મ.ને અને ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button