તાપી

વાલોડના કુંભિયા ગામે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ યુવકની હત્યાનો ગુનો ઉકેલાયો

આરટીઆઇ એકટીવિસ્ટની ગમછાથી ટૂંપો આપી ભત્રીજાએ હત્યા કરી હતી

વાલોડના કુંભિયા ગામે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ યુવકની હત્યાનો ગુનો ઉકેલાયો છે. રાત્રે ભત્રીજો અને તેના મિત્ર સાથે વાડીમાં બેસીને પાર્ટી કરતી વખતે ઝઘડો થતાં બોલાચાલી થઈ હતી, જેમાં દૂરના સબંધી એવા ભત્રીજો ઉશ્કેરાઇ તેની પાસેના ગમછાથી યુવકના ગળામાં ટૂંપો આપી હત્યા કરી હતી. બાદમાં બંને મિત્રો મોટરસાયકલ પર બેસાડીને કાકાના મૃતદેહને કોસંબિયા ગામની હદમાં ફેંકી ભાગી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરતા સીસી કેમેરામાં યુવક સાથે ફરતા બે મિત્રો સહિત અન્ય બે યુવકો શંકાસ્પદ હાલતમાં ઊંચકી લાવી પૂછપરછ કરતા હત્યાનો ગુનો કબૂલ્યો હતો.

કુંભિયા ગામે રહેતા નિશાળ ફળિયામાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સુધીરભાઈ ઉર્ફે પીન્ટુ નટુભાઈ ચૌધરી (38 )ની સોમવારે સવારે માં લાશ મળી હતી. પોલીસે પૂછતાછ શરૂ કરી હતી, જેમાં ગામના દૂધ મંડળીના સીસી ફૂટેજમાં પણ બે મિત્રો સાથે યુવક દેખાયા હતા, જેથી પોલીસે બંને મિત્રો સહિત અન્ય બે મળી ચારની શંકાના આધારે પૂછપરછ કરતા બે મિત્રોએ યુવકની હત્યા ગળુ દબાવી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યાનું કારણ પૂછતાં મુખ્ય આરોપી જયેશકુમાર ચૌધરી( 28) હત્યા થયેલ યુવકનો દૂરના સબંધી ભત્રીજો થાય છે.

રવિવારે તેના મિત્ર વિકાસભાઈ ભુપેન્દ્રભાઈ ચૌધરી સાથે રાત્રે વાડીમાં પાર્ટી કરવા બેઠા હતા. આ સમયે વિકાસ ચોધરીની જમીન વેચાણ કરવાનો હોવાની વાત કરતા હોય, ત્યારે સુધીરભાઈ ચૌધરીએ જણાવેલ કે તારી જમીન હું વેચવા દેવાનો નથી, તેવી વાત કરી ઝઘડો કર્યો હતો. જેથી વિકાસ ચૌધરી વાડીએથી ઊઠીને જતો રહયો હતો. ત્યાર પછી યુવકે ભત્રીજા જયેશ ચૌધરી સાથે ઝઘડો કર્યો હતો.

ભત્રીજો જયેશના કપડા પકડી ખેંચવા લાગેલ જેથી જયેશ ચૌધરી ગુુસ્સો આવી જતા કાકા સુધીરભાઈ ચૌધરીને ગમછો કાઢીને ગળામાં નાખી ટૂંપો આપી હત્યા કરી હતી. ત્યારબાદ જયેશ ચૌધરીએ મિત્ર વિકાસને બોલાવીને બાઇક પર કાકાની લાશ વચ્ચે રાખી કોસંબિયા ખાતે સ્મશાન તરફ જતા માર્ગ પર કાચા રોડની બાજુમાં ફેંકી ઘરે આવ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.

કોસંબિયા ખાતે જે સ્થળે લાશ મળી તે સ્થળ તરફ આવતા બંને તરફના માર્ગ પર કોસંબીયાં દૂધ ડેરી અને ખાનગી માલિકીના સીસીટીવી કેમેરા હોય આરોપીઓને પકડવામાં મહત્વની કડી બની હતી. સુધીર ચૌધરીની હત્યામાં હત્યામાં વાપરેલ જયેશ ચૌધરીનો ગમછો અને હત્યાના ગુનામાં પકડાયેલ બંનેના કપડા તથા ઉપયોગમાં લેવાય મોટરસાયકલ પોલીસે કબજે લીધી છે.આરોપી જયેશ સુખાભાઈ છૂટક મજૂરી અને નોકરી કરતો હતો. અને વિકાસ વેલ્ડીંગ કામ કરી ગુજરાન ગુજારતા હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button