દેશરમતગમત

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ટીમ ભારત કેમ ડગમગી? 5 મોટા કારણો છે જવાબદાર, ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન સામે સવાલ

રોહિતનો પુલ શૉર્ટ, ઓપનિંગ જોડી સાથે છેડછાડ, કે એલ રાહુલને છઠ્ઠા નંબરે કેમ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસે જ ટપાટપ ખરી પડી?

  • સાઉથ આફ્રિકા સામે ભારતની ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ
  • પ્રથમ દિવસે ભારતનો સ્કોર 208/8 
  • આજે કે એલ રાહુલ અને સિરાજ સંભાળશે મોરચો

ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ગઈકાલ મંગળવારથી શરૂ થઈ ગઈ છે. આ મુકાબલામાં વરસાદી વિધ્ન પણ જોવા મળ્યું, જેણે પહેલા જ દિવસે ભારતીય ટીમના નબળા પ્રદર્શનને ઢાંકી દીધું, મેચમાં ભારતીય ટીમે ટૉસ હારીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો 24 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી જેમાં કેપ્ટન રોહિત શર્મા 5 રન તો યશસ્વી જયસવાલ 17 અને શુભમન ગિલ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગયા હતા. જે બાદ શ્રેયસ ઐય્યર અને વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યા પણ તેઓ બંને ક્રમશ 31 અને 38 રન જ બનાવી શક્યા હતા.

કે એલ રાહુલે અર્ધશતક જડી ટીમની સંભાળી

પણ છઠ્ઠા નંબરે આવેલા કે એલ રાહુલે ભારતની ડગમગી ગયેલી પારીને સંભાળી હતી. અને પ્રથમ દિવસે 70 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા ને ભારતીય ટીમનો સ્કોર મહામહેનતે 200 રનની પાર પહોંચાડ્યો હતો. જે બાદ વરસાદના કારણે પ્રથમ દિવસની મેચનો ધ એન્ડ થયો હતો જ્યાં સુધીમાં ભારતે 208 રન બનાવી 8 વિકેટ ગુમાવી હતી. આજે બીજા દિવસે કે એલ રાહુલ અને મોહમ્મદ સિરાજ પારીને આગળ વધારવા મેદાનમાં ઉતરશે. સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર રબાડાએ તરખાડ મચાવ્યો હતો. 5 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાના બેટરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારે જોઈએ મેચના 5 મોટા કારણ જેના કારણે ટીમ ઈન્ડિયાની હાલત ખસ્તા દેખાઈ.

પ્રથમ કારણ: મેનેજમેન્ટને ઓવરકાસ્ટ કન્ડિશન તૈયારી કેમ ન રાખી
મેચની પહેલા જ સેન્ચુરિયનમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. આવી કન્ડિશનમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને પરિસ્થિતિની તાગ પહેલાથી મેળવી લેવો જોઈતો હતો. એવા હિસાબે જ પ્લાન પણ તૈયાર કરવાની જરૂર હતી. પણ ભારતીય ટીમની બેટિંગ જોઈ લાગી રહ્યું ન હતું કે વરસાદની સ્થિતિ પણ કોઈ તૈયારી પહેલાથી કરવામાં આવી હોય

બીજું કારણ: ઓપનિંગ જોડી સાથે છેડછાડ
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં આજ સુધીમાં કોઈ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આ વખતે પણ કપ્તાન રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાનો મોકો છે પણ આવી સીરિઝમાં તેમણે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં છેડછાડ કરવાની જરૂર ન હતી. ખાસ કરીને ઓપનિંગ જોડીમાં તો બિલકુલ નહીં પણ રોહિતે ધાર્યું કર્યું અને ઓપનર શુભમન ગિલને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો જ્યારે  રોહિતે યશસ્વી જયસ્વાલ સાથે મોરચો સંભાળ્યો, આ ભૂલ રોહિતને ભારે પડી અને બધુ ધાર્યા બહાર થયું રોહિત શર્મા 5 રન તો યશસ્વી જયસવાલ 17 અને શુભમન ગિલ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગયા.

ત્રીજું કારણ: પુલ શૉર્ટએ રોહિતની ગેમ ઓવર કરી!
સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માની લાપરવાહી જોવા મળી,  સુપરસ્પોર્ટ મેદાન ફાસ્ટ બોલરોને વધારે મદદગાર હોય છે તેમ છતાં પણ ગતિ અને ઉછાળને કિનારે કરી રોહિત શર્માએ 5મી ઓવરમાં પુલ શોર્ટ રમવાની ભૂલ કરી અને ઘાતક બોલર રબાડાની ઓવરમાં વિકેટ આપી દીધી અહીં તેમણે વિકેટ પડતાં તેમજ પીચ અને વરસાદની સ્થિતિને જોતા સંભાળીને બેટિંગ કરવાની વધારે જરૂર હતી

ચોથું કારણ: ગિલ ટેસ્ટમાં સાબિત કરી નથી શકતો
વન ડેમાં જોરદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ ટેસ્ટમાં કઈ કાઠું કાઠી શક્યો ન હતો ગિલે અત્યાર સુધીમાં 44 વન ડેમાં 2272 રન બનાવ્યા છે જેમાં 6 સદી પણ છે પણ બીજી તરફ ટેસ્ટમાં ગિલના બેટથી સદી ઓસ્ટ્રેલિયાની સામે 2023માં અમદાવાદમાં જોવા મળી હતી જે બાદ 13, 18, 6, 10, 29* અને 2 રન જ શુભમન બનાવી શક્યો છે. અત્યાર સુધીમાં 19 ટેસ્ટ મેચમાં ફક્ત 968 રન જ ગિલના બેટથી આવ્યા છે. જેમાં 2 શતક અને 4 અર્ધશતક છે. આ આંકડાથી કહી શકાય છે કે ટેસ્ટમાં ગિલ પોતાને સાબિત કરી શક્યો નથી

પાંચમું કારણ: કે એલ રાહુલને છઠ્ઠા નંબરે મોકલવો!
ભારતીય ટીમ મેનેજમેન્ટની બીજી સૌથી મોટી ભૂલ એ હતી કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કે એલ રાહુલને છઠ્ઠા નંબરે બેટિંગ કરવા મોકલ્યો હતો. પણ રાહુલ શ્રેયશ ઐયરની જગ્યાએ વધારે રમતમાં આવી શક્યો હોત કારણ કે રાહુલ અને વિરાટની જોડી મોટી પાર્ટનરશિપ જોવા મળી શકે તેમ હતી. જોકે શ્રેયશ અને કોહલીએ પણ 68 રન પાર્ટનરશિપ નોંધાવી હતી, પણ બંને લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button