ડાંગ

બોરખલમાં સડેલા દાણની વહેંચણીથી પશુપાલકોમાં રોષ

સમયસર દાણ મળી રહે તે માટે પશુપાલક અધિકારી કાર્યવાહી કરે તે જરૂરી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલમાં મંડળી દ્વારા સડેલા દાણની વહેંચણી થતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઇ છે. વલસાડ જિલ્લા સહકારી દુધ ઊત્પાદક સંઘ લિમિટેડ, ડાંગ જિલ્લામાં દુધ મંડળીઓ આવેલી છે, જે દુધ મંડળીમાં હજારો સભાસદો (પશુપાલકો) જોડાયા છે. પશુપાલકો બેંક કે સંઘમાંથી લોન લઈ ગાયો કે ભેંસો મેળવે છે.

ગાય કે ભેંસ દૂધ દોહી દુધ મંડળી સુધી બે ટાઈમ ભરવાનું હોય છે. ગાય કે ભેંસનું વધુ દુધ મળે તે માટે વલસાડ જિલ્લા સહકારી દુધ ઊત્પાદક સંઘ લિમિટેડ, આલીપુર દ્વારા દાણ (ખોરાક) આપવામાં આવે છે પરંતુ ચાલુ મહિનામાં વલસાડ જિલ્લા સહકારી દુધ ઊત્પાદક સંઘ દ્વારા આહવાના બોરખલમાં દાણ (ખોરાક) સડેલું આપવામાં આવ્યું છે.

જેથી દુધ મંડળીમાં જોડાયેલાં હજારો સભાસદોની કફોડી હાલત થઈ ગઈ છે. સડેલા દાણ બાબતે કેટલાક સભાસદોએ મંડળીનાં પ્રમુખ અને મંત્રી રજૂઆત કરી આ દાણ બદલી તાત્કાલિક યોગ્ય દાણ આપવા માંગણી કરી હતી પરંતુ તેઓએ કેટલાકને તાત્કાલિક બદલી આપ્યું નથી.

જયારે કેટલાક પ્રમુખ અને મંત્રીઓએ સડેલું દાણ પરત લીધું છે પણ સામે સભાસદોને યોગ્ય દાણ નહીં મળતા દુધનું ઊત્પાદન ઘટી ગયું છે. વલસાડ જિલ્લા સહકારી દુધ ઊત્પાદક સંઘ, અને ડાંગ જિલ્લા પંચાયત પશુપાલન અધિકારી તાત્કાલિક કાર્યવાહી કરી સભાસદોને જરૂરી સમયે યોગ્ય દાણ મળી રહે તેવી કાર્યવાહી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button