છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં રાત- દિવસ ચાલતા રેતી ખનન બાબતે રોષ

અંતરિયાળ વિસ્તારોમાંથી ઉલેચાતી રેતીને અટકાવવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ગામોમાં વગર રોક ટોકે રેતી ખનન ચાલતું હોઇ જેને અટકાવવા હવે પ્રજા કલેકટરના દ્વાર ખખડાવી રહી છે. ગુરુવારે છોટાઉદેપુરના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉલેચાતી રેતીને અટકાવવા ગામ લોકો દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સદર ગામોની આવેલી નદીમાંથી ટ્રેક્ટર મારફતે રેતી કાઢવામાં આવતી હોય અને તેને અટકાવવા વાળુ કોઈ ન હોય જે એક વિચારવા જેવી બાબત છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે જિલ્લાના વચલીભીત, ડોબાચાપરા, ડુંગરભીત, ગુડા, ધોળી સામેલ, મંડલવા, કેવડી, વીરપુર, અલસીપુર, જેવા તમામ ગામોમાંથી રાત દિવસ નદીની અંદરથી રેતીના ભરેલા ટેક્ટર નીકળે છે. જે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી બંધ કરાવી શક્યા નથી અને ડ્રાઇવર વગર ડ્રાઇવિંગ લાઇસન્સના લઈ જાય છે. રેતી ચોરીની હોવાથી બે ફામ ટ્રેક્ટર ચલાવે છે.

છોટાઉદેપુર જિલ્લાથી દાહોદ જિલ્લા તરફ રેતી લઈ જવામાં આવે છે. અગાઉ મંડલવા ગામમાં રેતી ભરેલા ટ્રેક્ટરની અડફેટે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. પરંતુ પેટ્રોલિંગ દરમિયાન પણ ભરેલા ટ્રેક્ટરો નીકળતા હોય તેને રોકી શક્યા નથી. કેવડી ચેકપોસ્ટ પરથી એક વિડીયો વાયરલ થયો હતો. તેમના પર ટેક્ટર ચઢાવીને મારવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તે બાબતે પીએસઆઇને રજૂઆત કરી ત્યારે જવાબમાં તમે રોડ ઉપર કેમ જાઓ છો તેમ કરીને અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Related Articles

Back to top button