નર્મદા

સાગબારા તાલુકાના ઉમરકુઈ ગામે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારની વાર્ષિક સાધારણ સાભાનું આયોજન કરવામાં આવ્યું

20 સપ્ટેમ્બર 2023ના રોજ સાગબારા તાલુકાના ઉમરકુઈ ગામ ખાતે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની વાર્ષિક સાધારણ સભા 2023નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન એવા નવસારી કૃષિ યુનિવર્સીટી હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાથી મીનાક્ષીબેન, આત્મા પ્રોજેક્ટના તાલુકા કૉ. ઓર્ડીનેટર, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત), લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની, મિશન મંગલમ જેવા અનેક સરકારી/અર્ધસરકારી સંસ્થા-સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા તથા માર્ગદર્શન અને પ્રોત્સહન પૂરું પાડ્યું હતું.

સાધારણ સભાના પ્રમુખ તરીકે કૌશલ્યાબેન કાંતિલાલભાઈ વસાવાની નિમણુંક થતા મહિલા મંચના બહેનો દ્વારા નારી શક્તિના નારાઓ સાથે ધરતી વંદનાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ 2023-24 વર્ષની સાધારણ સભાના ઠરાવોનું વાંચન અને 2023-24 નું આયોજન અને નાણાંકીય બાબતોની વિસ્તૃત રીતે મહિલા મંચના મંત્રીશ્રી સુનિતાબેન અશોકભાઈ વસાવા દ્વારા રજૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષ 2023-24ના આયોજનને ધ્યાનમાં રાખીને સમગ્ર સાગબારાને સમાવિષ્ટ થાય તે રીતે વ્યવસ્થાપક કમિટીની ઇલેક્શન દ્વારા વરણી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખની વરણી કરવામાં આવી. ત્યારબાદ મંત્રીશ્રીની વરણી કરવામાં આવી. અને આખરે C.A.ની વરણી કરવામાં આવી. આ દરેકનો કાર્યકાળ સપ્ટેમ્બર 2024 સુધી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ વાર્ષિક સાધારણ સભાના કાર્યવાહક પ્રમુખ કૌશલ્યાબેન દ્વારા સર્વનો આભાર માની ફોટો સેશન કાર્યક્રમ પૂર્ણ કરી વાર્ષિક સાધારણ સભા સમાપ્ત કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button