ગુનોતાપી

સોનગઢથી ઝડપાયેલા મહારાષ્ટ્રના બોગસ ડૉક્ટરની વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો

ઉકાઈ વર્કશોપ વિસ્તારમાં રહેતા યુવકના ઘૂંટણ પર બે વખત ઓપરેશન કરી દીધું હતું

સોનગઢના સ્ટેશન રોડ પર ની એક હોસ્પિટલમાં મહારાષ્ટ્ર ના રહેવાસી એક બોગસ ડૉક્ટર પર ગત જૂન માસ માં કેસ નોંધાયા બાદ ઉકાઈ વર્કશોપ માં રહેતાં વધુ એક ફરિયાદી પિતા એ આ બોગસ ડૉક્ટર સામે કેસ નોંધાવ્યો હતો.


સોનગઢ ખાતે સ્ટેશન રોડ પર નવી ખૂલેલી લોકમાન્ય ટિળક હોસ્પિટલમાં ફરજ બજાવતાં એક બોગસ ઓર્થોપેડિક ડૉકટરે સોનગઢ ના એક આધેડ ની સારવાર કરી તેમની સ્થિતિ ગંભીર બનાવી દીધી હતી. આ બનાવમાં મૂળ મહારાષ્ટ્ર ના વતની એવાં બોગસ ડૉક્ટર હેમંત મુરલીધર પાટીલ અને સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો અને તેની ધરપકડ પણ થઈ હતી અને હાલ તે જામીન પર છૂટ્યો છે.આ બોગસ ડૉક્ટર મુરલીધર પાટીલે ઉકાઈ ના વધુ એક યુવક નું ઘૂંટણ નું ઓપરેશન કરી નાખ્યું હતું અને એ પછી તેની સ્થિતિ બગડતાં સુરત ખાતે ની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.આ બનાવ અંગે ઉકાઈ વર્કશોપ બજારમાં રહેતાં દાતારી ખાન અજિત ખાન પઠાણે સોનગઢ પોલીસ મથકે બોગસ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી.તેમાં જણાવ્યાં મૂજબ તેમના દીકરા સાહિલ ખાન ને પગ ના ઘૂંટણ પર ગાંઠ હતી. જેથી આરોપી બોગસ ડોકટર પાસે કોઈ પણ જાત ની મેડિકલ ડીગ્રી ન હોવા છતાં તેમના દીકરા ને લોકમાન્ય ટિળક હોસ્પિટલમાં દાખલ કરી બે વખત ઘૂંટણ નું ઓપરેશન કરી નાખ્યું હતું.એ પછી પણ સાહિલ ખાન ની તબિયત લથડતાં તેને સારવાર અર્થે સુરત ની કિરણ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન ગત 16/6/23 ના રોજ તેમનું મોત થયું હતું અને ફરજ પર ના ડૉકટરે સાહિલ ખાન નું મોત કેન્સર ના કારણે થયું હોવા નું જણાવ્યું હતું. આમ બોગસ ડૉક્ટર હેમંત પાટીલે કોઈ પણ પ્રકાર ની ડીગ્રી વિના ઓર્થોપેડિક ડૉક્ટર હોવા નો વિશ્વાસ ઉભો કરી ફરિયાદી ના દીકરા ની સારવાર કરી તેના જાન ને જોખમ માં મૂકી ગંભીર બેદરકારી દાખવી હતી.જેથી ફરિયાદી પિતા એ બોગસ ડૉક્ટર અને હોસ્પિટલ ના સંચાલક વિજય ભાઈ વિલાસ ભાઈ સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button