તાપી

વાલોડ ગ્રામ પંચાયતના વોર્ડ નં.9ના સભ્યનું 12 ફેબ્રુઆરીએ તલાટીએ પત્ર લખી સભ્યપદ રદ કરવા ટીડીઓને રજૂઆત કરાઇ

વાલોડ ગ્રામ પંચાયતમાં છેલ્લી ત્રણ સામાન્ય સભામાં સભ્ય ગેરહાજર રહેતા પંચાયત ધારા મુજબ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહેનાર સભ્ય પોતાનું સભ્યપદ બાબતનાં તલાટી કમ મંત્રીનાં રિપોર્ટને ટીડીઓ એ નકારી કાઢી હતી. આ સાથે જ પત્ર પાઠવતા સ્થપિત હિતોને પછડાટ મળતા સભ્ય સતીશ રાઠોડનું સભ્ય પદ ટકી રહેશે.

તાપી જિલ્લાની વાલોડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને તારીખ 12/02/2024 ના રોજ પત્ર લખી જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 2022માં થયેલ, તેમાં વોર્ડ નંબર 9 અનુસૂચિત જાતિ સામાન્યમાં ચૂંટાઈ આવેલ સભ્ય સતિષભાઈ બી. રાઠોડ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તા. 06/09(2023 તા. 28/11/2023 તથા તા. 31/01/2024 ની સભાઓમાં કોઈપણ પ્રકારનો રજાનો રિપોર્ટ આપ્યા વગર સતત લાગ લગાટ ગેરહાજર રહેલ હતા, જેથી ગુજરાત પંચાયત ધારા હેઠળ થતી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હતી.

આ પત્ર અનુસંધાને સતીષ રાઠોડે તાલુકા વિકાસ અધિકારીને તા.16/02/2024 નાં રોજ પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે નવેમ્બર તથા સપ્ટેમ્બર માસની મીટીંગ અંગેની જાણ કરવામાં આવેલ હતી, પરંતુ જાન્યુઆરી 2024 ની સભાની જાણ સતીશ રાઠોડને કરવામાં આવેલ ન હતી, આ એજન્ડા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળેલ ન હતો, તેમના પિતાજી બીમાર રહેતા હતા અને અવસાન 08/01/2024 ના રોજ થયેલ હતું જે સંજોગોમાં મિટિંગમાં હાજર રહી શક્યા ન હતા, એજન્ડા મળ્યા બદલ સહી તેમણે કરી ન હતી, આ અંગે કાનૂની તપાસ કરાવે તો માલુમ પડશે કે એજન્ડા પર હસ્તાક્ષર અન્ય કોઈના છે, સભ્યપદ થી દૂર કરવાની કાર્યવાહી સ્થાપિત હિતો અને અંગત લાભ લેનારાઓનું કાવતરું છે, સતીશ રાઠોડની અરજીને ધ્યાને લઈ અને એક તરફી હુકમ ના કરવા જાણ કરવામાં આવી હતી.

તાલુકા વિકાસ અધિકારી વાલોડ દ્વારા 16/02/2024ના રોજ તલાટી તથા સતીશભાઈ રાઠોડને પત્ર લખી જણાવ્યું હતું કે સતત ગેરહાજર રહેવા તેમજ ગુજરાત પંચાયત ધારા હેઠળ કાર્યવાહી કરવા પત્ર મળેલ હતો, જેમાં હાલ તા. પં. કચેરી તરફથી કાર્યવાહી કરવાની રહેતી નથી તેમજ ગુજરાત પંચાયત કાર્યરીતિ બાબતના નિયમો 1997 હેઠળ સભાની કાર્યવાહી થાય તેનું પાલન કરવા સૂચના આપી હતી, આ બાબતનો પત્ર મળતા સતીશ રાઠોડનું સભ્ય પદ હાલ બચી ગયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button