સુરત

ખેડૂતો માટે ખુશ ખબર: પાક રક્ષણ માટે ખેતર ફરતે ફેન્સીંગ બનાવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

સુરત ખેતીવાડી વિભાગની તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા 2 (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.

ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ-ખેડૂત પોર્ટલ પર સુરત ઝોનના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં તા.12મી ડિસે.થી સવારે 10.30 વાગેથી દિન-30 સુધી ખુલ્લું મુકવામાં આવશે. ખેડૂતોએ લેવાની કાળજી લેવા જેવી બાબતોમાં કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-10માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે.

ખેડૂતો માટે જરૂરી પુરાવામાં ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ,બેન્ક પાસબુકની નકલ/ રદ્દ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો રજુ કરવાના રહેશે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન- 120 માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button