બારડોલી

બારડોલી લોકસભા બેઠક પર માંગરોળના હર્ષદ ચૌધરીની નિમણુંક

માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન હર્ષદભાઈ ચૌધરીની બારડોલી લોકસભા બેઠક પર ભાજપ રાષ્ટ્રીય પરિષદના સભ્ય પદે નિમણૂંક કરાતા કાર્યકરોએ આવકારી અભિનંદન આપ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અગામી લોકસભાની ચૂંટણી 2024 અનુસંધાનમાં દેશની તમામ લોકસભા બેઠકો અને ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપ રાષ્ટ્રીય પરિષદના સભ્યની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી હતી. જેમાં 23 લોકસભા બેઠક બારડોલી પર માંગરોળ તાલુકાના લવેટ ગામના વતની અને ભાજપના પાયાના કાર્યકર હર્ષદભાઈ ચૌધરીની પસંદગી કરી હતી. તેઓ માંગરોળના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય રામજીભાઈ ચૌધરીના પુત્ર છે અને સને 1990થી સક્રિય રાજકારણમાં રહી સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ ભાજપ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર રહી કામગીરી કરી ચૂક્યા છે.

હાલમાં તેઓ સક્રિય રાજકારણમાં રહી ભાજપ પક્ષની વિવિધ કામગીરી કરી રહ્યા છે. તેમની પસંદગી થતા માંગરોળ તાલુકા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વાંકલ ગામે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી હરિવદન ચૌધરી, એપીએમસીના વાઇસ ચેરમેન ચંપક ચૌધરી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ વસાવા નારણભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. નવનિયુક્ત ભાજપ રાષ્ટ્રીય પરિષદના સભ્ય હર્ષદભાઈ ચૌધરીએ મહત્વની જવાબદારી આપવા બદલ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પાંચ લાખ મતોની લીડથી ગુજરાતની દરેક લોકસભા બેઠકો જીતવાના કરાયેલા સંકલ્પને સાકાર કરીશું તેવું જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button