માંડવી

ગેરકાયદે રીતે થતા સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામ સ્વયંભૂ બંધ રહ્યું

યોગ્ય નિરાકરણ ના થાય તો; આગામી દિવસોમાં માંડવી-કિમ રસ્તો રોકી આંદોલનની ચીમકી આપતા ગ્રામજનો

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું અરેઠ ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું. જેનું કારણ, ગેરકાયદે રીતે થતા સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગ. બ્લાસ્ટિંગના કારણે મિલકતોમાં ભારે નુકશાન થઈ રહ્યું છે. જો બ્લાસ્ટિંગ બંધ નહિ થાય તો આગામી દિવસોમાં આવેદન પત્ર અને માંડવી-કિમ રસ્તા રોકો આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે સ્વયંભૂ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ગત રોજ સવારથી અરેઠ ગામ આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. ગ્રામજનો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા. ગ્રામસભા બોલાવાતા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જેની પાછળનું મુખ્ય કારણ ગામ નજીક આવેલા સ્ટોન ક્વોરીઓ છે. આ સ્ટોન ક્વોરીમાં પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. જેને લઈ ગામના લોકો રોજિંદા ભૂકંપના આંચકા સમાન અનુભવતા હોય છે. એટલું નહિ બ્લાસ્ટિંગ એટલું ધડાકાભેર હોય છે કે આ બ્લાસ્ટિંગના કારણે ગામમાં આવેલા ઘરો, મંદિરો, ખેતરો સહિત ભૂગર્ભ જળ સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

બ્લાસ્ટિંગના કારણે ગામના ઘરો, મંદિરો જેવી પાકા બાંધકામો માં ત્રિરાડો પડી જવા પામી છે. એટલું જ નહિ પરંતુ ક્વોરીના પાવડર એટલી હતી હવામાં ઉડી રહ્યો છે કે આસપાસના ઉભા ખેતીપાકને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સાથે ક્વોરીઓનું માઇનિંગ જમીનથી 100 ફૂટથી લઈને 300 ફૂટ ઊંડે સુધી થઈ જવાના કારણે ભૂગર્ભ જળને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. કેટલાક ગ્રામજનોનો ક્વોરી બ્લાસ્ટિંગના લીધે પાકું ઘર બનાવવા માટે પણ તૈયાર નથી થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખી તંત્રની કામગીરી સામે પણ ભારે રોષ ઠાલવી રહ્યા છે. વર્ષોથી ફરિયાદ કરવા છતાં સ્ટોન ક્વોરીના સંચાલકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આખરે હવે લડી લેવાના આયોજન સાથે આજે બંધ રાખી આગામી દિવસોમાં આવેદન પત્ર પાઠવાશે અને તેમ છતાં બંધ ન થાય તો રસ્તા રોકો આંદોલન ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો દ્વારા ગામ સજ્જડ બંધ તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી બાદ હવે તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે તે સ્ટોન ક્વોરી બ્લાસ્ટિંગ મામલે મહત્ત્વનું સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button