કર્ણાટક

સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડનું વોરન્ટ જારી, ગમે ત્યારે પકડાઈ શકે

કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે હવે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે.

કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના બરાબરના સાણસામાં આવ્યાં છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે (SIT) કોર્ટની પરમિશન લઈને પ્રજવ્લ રેવન્ના સામે ધરપકડનું વોરન્ટ બહાર પાડ્યું છે. જ્યારથી આ કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે તેઓ જર્મની ભાગી ગયા હતા અને હજુ ત્યાં જ છે. હવે દેશમાં આવવા પર ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે.

શું હતું વાયરલ વીડિયોમાં

કર્ણાટકમાં જેડીએસ સાંસદ અને પૂર્વ પીએમ દેવગોડાના પ્રપૌત્ર પ્રજ્વલ રેવન્નાને સમાવતાં સેક્સ સ્કેન્ડલમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. 47 વર્ષીય મહિલાએ પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા રેવન્નાના ઘરે કામ કરતી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પીડિત મહિલાનો દાવો છે કે મેં કામ કરવાનું શરૂ કર્યાના ચાર મહિના પછી, રેવન્નાએ મને તેના રૂમમાં બોલાવતી હતી. ઘરમાં 6 મહિલા કર્મચારી હતી અને આ તમામે જણાવ્યું કે જ્યારે પ્રજ્વલ રેવન્ના ઘેર આવતો ત્યારે તે બધી ડરી જતી હતી. ઘરના પુરુષ સ્ટાફે પણ મહિલા સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું હતું. જ્યારે એચડી રેવન્નાની પત્ની ઘરે ન હોય, ત્યારે તે મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતો અને ફળ પહોંચાડતી વખતે તેમને સ્પર્શ કરતો. તે સાડીની પિન કાઢી નાખતો હતો અને મહિલાઓ સાથે રેપ કરતો હતો. મહિલાએ એવો દાવો પણ કર્યો હતો કે પ્રજ્વલ રેવન્નાએ તેની પુત્રી સાથે પણ ખોટું કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે પ્રજ્વલે તેની છોકરી સાથે વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પ્રજ્વલ રેવન્નાએ ઘણી મહિલાઓનું યૌન શૌષણ કરતો જોઈ શકાતો હતો. આ વીડિયો બાદ ખળભળાટ મચ્યો હતો. આ દરમિયાન કર્ણાટક પોલીસે પ્રજ્વલની સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર દાખલ થતાંની સાથે જ પ્રજ્વલ જર્મની ભાગી ગયો છે. હાલમાં તે કર્ણાટકની હસન બેઠક પરથી જેડીએસ-ભાજપનો સંયુક્ત ઉમેદવાર છે.

પિતા-પુત્રના યૌન શૌષણનો ભોગ બનનાર છોકરીઓ કોણ હતી?

રેવન્નાનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ એવી છોકરીઓ હતી જે રાજકીય મહત્વકાંક્ષા માટે અથવા કોઈ કામ માટે તેની મુલાકાત લેતી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ આ યુવતીઓમાં જિલ્લા પંચાયતની સભ્યો, પોલીસકર્મીઓ અને અન્ય ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ હતી. રેવન્નાએ માત્ર આવી છોકરીઓનું યૌન શોષણ જ નથી કર્યું, પરંતુ તેમના વીડિયો પણ પોતાના મોબાઈલ ફોનથી શૂટ કર્યા છે. આમાંથી ઘણા વીડિયો એવા છે જેમાં કેટલીક છોકરીઓ રેવન્ના સાથે સહમત થઈ હતી તો બીજી કેટલીક વિરોધ કરતી જોવા મળી હતી.

નોકરાણીએ શું ખુલાસા કર્યાં?

રેવન્નના ઘરમાં કામ કરનાર નોકરાણીએ એવું કહ્યું કે 2019માં જ્યારે રેવાન્ના પરિવારના દીકરાના લગ્ન થયા હતા ત્યારે તેને કામ માટે બોલાવવામાં આવી હતી અને તક મળતાં રેવન્ના તેને પોતાના રૂમમાં એકલો બોલાવતો હતો. પરિવારમાં બીજી છ મહિલાઓ કામ કરતી હતી, અને તે બધા ડરી ગઈ હતી. પત્ની ઘેર ન હોય ત્યારે રેવન્ના તેને સ્ટોર રુમમાં બોલાવીને ફ્રૂટ આપવાના બહાને છેડતી કરીને યૌન શૌષણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની દીકરી સાથે પણ વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરતો હતો.

3 હજાર અશ્લીલ વીડિયો સામે આવ્યા

યૌન શોષણનો ભોગ બનેલી છોકરીઓની સંખ્યા હજુ સુધી અસ્પષ્ટ છે, જ્યારે લગભગ 3,000 અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. જેથી આ મામલો સામે આવતા જ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે, કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગીને જર્મનીમાં છુપાયો છે.

નોકરાણી અને ડ્રાઈવરે બહાર લાવ્યાં પિતા-પુત્રનું સેક્સ કૌભાંડ

પ્રજ્વલ અને તેના પિતાનું સેક્સ કૌભાંડ બહાર લાવનાર મુખ્ય બે વ્યક્તિઓ હતા, એક તેના ઘરમાં કામ કરનાર મહિલા અને બીજો તેનો જુનો ડ્રાઈવર. કાર્તિક ગૌડા નામનો વ્યક્તિ રેવન્ના પરિવારનો જૂનો ડ્રાઇવર હતો. તેણે લગભગ 15 વર્ષ સુધી રેવન્ના પરિવારની કાર ચલાવી હતી. પરંતુ ધીરે ધીરે પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સાથેના તેના સંબંધો બગડવા લાગ્યા હતા. અને તેણે નોકરી છોડી દીધી. કાર્તિકના જણાવ્યા અનુસાર રેવન્ના પરિવારે તેની જમીન પર અતિક્રમણ કર્યું હતું અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે પ્રજ્વલે તેને અને તેની પત્નીને માર માર્યો હતો. રેવાન્ના પરિવારના કાળા કારનામાથી વાકેફ હોવાથી તેણે રેવાન્નાના અશ્લીલ વીડિયોથી ભરેલી એક પેન ડ્રાઇવ અલગ અલગ છોકરીઓ સાથે મેળવી હતી અને આ પેન ડ્રાઇવથી ભાજપના નેતા દેવરાજ ગૌડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેવરાજે કાર્તિકને વિશ્વાસમાં લઈને તેની પાસેથી પેનડ્રાઈવ લઈ લીધી હતી, જેમાં પ્રજ્વલના અસંખ્ય યુવતીઓ અને મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો કેદ થઈ ગયા હતા.

Back to top button