ગુજરાતદેશરાજનીતિરાજ્ય

૨૦૨૪ શંખનાથનો પ્રારંભ: AAPના ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલની બેઠક

લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો આગાશ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે દિલ્લીમાં મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં ૨૦૨૪ની આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના તમામ સમીકરણો અને ગુજરાતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. અને કઈ રીતે સંગઠનને મજબૂત બનાવીને, લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને વિજય અપાવી શકીએ તે બાબતની રણનીતિની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી.

વિધાનસભામાં 5 બેઠકની જીત બાદ લોકસભાની તમામ ૨૬ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશે

આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ વિધાનસભાની સીટો પર ચૂંટણી લડી હતી અને પાંચ સીટો પર જીત મેળવી હતી તથા ૪૦ સીટ પર બીજા સ્થાને રહ્યા હતા. તો આ જ રીતે ગુજરાતની તમામ લોકસભા સીટો પર પણ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. તો તેને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં રણનીતિની ચર્ચા થઈ હતી.

ચર્ચાનો ખાસ મુદ્દો: સંગઠનને વધુ મોટું અને મજબૂત બનાવવું 
આગામી સમયમાં લોકસભા ચૂંટણી માટે કઈ રીતે આ સંગઠનને વધુ મોટું અને મજબૂત કરવામાં આવે તે બાબતમાં પણ વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને દેશની રાજનીતિમાં જે સકારાત્મક રાજનીતિની શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી છે તે સકારાત્મક રાજનીતિને આગળ વધારવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button