નર્મદા

ગરૂડેશ્વર તાલુકાનાં નવાપુરા ગામે આગમાં 12 મકાનો ભસ્મીભૂત થતાં પરિવારો બેઘર બન્યાં

ધારાસભ્યએ ગામની મુલાકાત લીધી

ગરૂડેશ્વર તાલુકાનાં નવાપુરા ગામે અચાનક એક ઘર ભળભળ સળગવા લાગ્યું હતું, અને જોતજોતામાં  આ આકસ્મિક લાગેલી આગમાં 12 જેટલા ઘરો પણ સાથે સાથે ભસ્મીભૂત થવાં પામ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ જાન હાની થવા પામી નથી. પરંતુ ઘરવખરી સામાન સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ તમામ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ આકસ્મિક લાગેલી આગમાં નવાપુરા ગામના મહેન્દ્ર વિઠ્ઠલ ભીલ, અંબાલાલ છોટા ભીલ, અમીના રમણ ભીલ, નટુભાઈ ચીમન ભીલ, મોહન કાંતિ ભીલ, મુકેશ મોહન ભીલ, જેંતી રઘા ભીલ, જેંતી રાણજી ભીલ, વિનોદ રામદાસ ભીલ, બચું રધા ભીલ, દલસુખ રામદાસ ભીલ, રમેશ અંબાલાલ ભીલના ઘરો બળીને ખાખ થઈ ગયા છે.

નવાપરા ગામ ખાતે આકસ્મિક આગ બાબતે સરપંચ રવિદાસ ભાઈએ નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને ટેલીફોનિક જાણ કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેવડિયા રાકેશ ચૌધરી સાહેબ તેમજ રાજપીપલા નગરપાલિકાનો સંપર્ક કરી બે બંબાની વ્યવસ્થા કરી હતી અને તેમને જાતે ઘટના સ્થળે પહોંચી આ પરિવારો ની મુલાકાત કરી હતી અને તેમની સાથે દિનેશભાઈ તડવી (વાડી) પદમબાબુ , રાજુભાઈ ભીલ તેમજ અન્ય કાર્યકર્તાઓ આગ ઓલવવાના કામે લાગી ગયા હતા. ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા જેટલા પરિવારોને નુકસાની થઈ છે.

તે તમામને વહેલી તકે સહાય મળે તે માટે ટીડીઓ ને સૂચના આપી હતી. મકાન બનાવવા માટે જરૂરિયાત મુજબના લાકડા મળી રહે તે માટે જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ તમામ લોકોને ગામના સરપંચ સાથે મળી શાળામાં નિવાસની વ્યવસ્થા તેમજ તેઓના ભોજન ની વ્યવસ્થાની કરાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button