માંડવી

આમલી ડેમમાં 10 % જ પાણી બચતા 30 ગામોને સિંચાઇની ચિંતા વધી

માંડવી વરેહ નદી પરનો આમલી ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી છે. ગત વર્ષના ચોમાસામાં 100 ટકા ભરાયો હતા. પણ હાલ મે માસમાં ડેમની સપાટી 1.25 મીટર સાથે ડેથ સ્ટોરેજ કેપિસીટી પર પહોંચી છે. ડેમમાં 10 ટકા પાણી રહ્યું છે. જો, વરસાદ પાછળ ખેંચાય તો 20થી વધુ ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ ડેમ થકી 30થી વધુ ગામોમાં પીવાનું , સિંચાઈ તેમજ પશુઓ માટે ઉપયોગી છે. આમલીડેમ અને ગોડધા ડેમ વચ્ચે આવતાં 20 ગામોના ખેડૂતો માટે પાણીની વિકટ સ્થિતિ થાય તેમ છે. 30 ગામ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયા વિસ્તારના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા થશે. ચોમાસુ સમયસર શરૂ થાય તો મોટી સમસ્યા અટકી જશે. પરંતુ વરસાદ જો રિસામણા કરશે તો વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા રહેલી છે. ચાલુ વર્ષે ડેમમાં ઓછુ પાણી છે. બીજી બાજુ ડેમમાં મરામતના ભાગ રૂપે કામગીરી શરૂ કરાઈ છે. 4 વર્ષ પહેલા આમલીડેમ માં પાણીની આવક નહિ થતા આમલીડેમ ભરયો નહોતો. જેને લઈ 30 જેટલા ગામોને પીવા ,સિંચાઈ અને પશુપાલકો ને પાણી પીવડાવાની સમસ્યા થઈ હતી. આ વખતે પણ આ ગામોના ખેડૂતો પાણી અછતને કારણે હાલ ચિંતામાં મુકાયા છે.

ડેમમાં રિપેરિંગ કામગીરી ચાલુ હોવાથી પાણી ઉનાળામાં સાત રોટેશન આપવામાં આવ્યું હતું. ડેમની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જોકે, હાલ તો પાણીની સમસ્યા નથી, પરંતુ વરસાદ લાંબો ખેંચાય તો કેટલાક ગામોમાં સમસ્યાની શક્યતા રહેલી છે. જોકે, લિફ્ટ ઈરીગેશન કરીને કાકરાપાર ડેમમાંથી ગોડધા ડેમ તેમજ લાખી ડેમમાં પાણી પહોંચાડવામાં આવે છે અને તેનાથી મોટા ભાગના ડેમમાં પાણી મોકલવામાં આવે છે. જેથી મોટેભાગે હાલ સમસ્યા જણાતી નથી. પ્રશાંત ભારતી, નાયબ કાર્પપાલક ઈજનેર

Related Articles

Back to top button