IPL 2024

કોહલીના 100 રન પૂરા થતાં જ ટ્રેન્ડ કરવા લાગ્યું ‘સેલ્ફીશ’, આ કારણે ટ્રોલ થઈ રહ્યો છે ‘વિરાટ’

વિરાટ કોહલીએ આ મેચમાં 72 બોલમાં 113 રન ફટકાર્યા હતા. અને સદી બનાવવા છતા વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું

વિરાટ કોહલીની સદી છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ સામે હારી ગયું… વિરાટ કોહલીએ આ મેચમાં 72 બોલમાં 113 રન ફટકાર્યા હતા. અને સદી બનાવવા છતા વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.. આપને નવાઇ લાગેશ કે સદી અને તે પણ આટલી ઝડપી સદી ફટકારવા છતા તેને શા માટે ટ્રોલ કરાઇ રહ્યો છે… વાસ્તવમાં વિરાટને ટ્રોલ કરનારા લોકોનું કહેવું છે કે તેણે સદી કરવાના ચક્કરમાં વધારે સમય લીધો હતો.

કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પ્રથમ બેટિંગ લેતા 183 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલી આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેણે 72 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી હતી અને IPL કરિયરની 8મી સદી ફટકારી હતી. કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને વાસ્તવમાં તેની ઇનિંગ્સના કારણે જ RCB 183 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહ્યું હતું. આમ છતાં લોકો કોહલીને ‘સ્વાર્થી’ કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે વિરાટ ફક્ત પોતાના માટે રમે છે, તેના માટે ટીમનું કોઈ મહત્વ નથી.

વિરાટ કોહલી ભૂતકાળમાં પણ ધીમી ઈનિંગ્સ માટે ટ્રોલ થઈ ચૂક્યો છે, પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે તેણે લગભગ 157ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. કોહલીને ‘સ્વાર્થી’ કહેતા એક પ્રશંસકે એવો પણ આરોપ લગાવ્યો કે વિરાટના કારણે ફાફ ડુ પ્લેસિસ પર દબાણ વધવા લાગ્યું હતું, જેના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. તમને જણાવી દઈએ કે ડુ પ્લેસિસ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ રાજસ્થાન સામે તેણે 44 રન બનાવવા માટે 33 બોલ લીધા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 133 હતો, જે તેની નેચરલ બેટિંગ પ્રમાણે ઓછો કહી શકાય.

90 અને 100 રન બનાવવાની વચ્ચે ખૂબ જ ધીમી બેટિંગકરી

કોહલીને સ્વાર્થી  એટલે પણ કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેણે 90 અને 100 રન બનાવવાની વચ્ચે ખૂબ જ ધીમી બેટિંગકરી હતી. તમને જણાવી દઈએ કે કોહલી સૌથી ધીમી સદીની ઇનિંગ્સ રમવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. અગાઉ, આ નકામો લાગતો રેકોર્ડ મનીષ પાંડેના નામે હતો, જેણે 2009માં RCB તરફથી રમતા ડેક્કન ચાર્જર્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી. એક તરફ કોહલીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવી ગયા છે. એક તરફ કોહલીએ 72 બોલમાં 113 રન બનાવ્યા તો બાકીના ખેલાડીઓએ 48 બોલમાં 59 રન બનાવ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button