દેશ

સોશિયલ મીડિયા પાછળ ખર્ચાય રહ્યું છે દેશનું યુવાધન

14 થી 18 વર્ષની વયના 91 ટકા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત

એક તરફ ભારતને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ આપણા યુવાઘનને લઈ એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશનનો એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. ASER 2023 અનુસાર, 14 થી 18 વર્ષની વયના એક ક્વાર્ટર કિશોરો તેમની પ્રાદેશિક ભાષાઓમાં વર્ગ 2 સ્તરનું લખાણ અસ્ખલિતપણે વાંચી શકતા નથી. સાથે જ 56 ટકા લોકો અંગ્રેજીમાં વાક્યો પણ વાંચી શકતા નથી. આ સર્વે 26 રાજ્યોના 28 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો અને 14-18 વર્ષની વય જૂથના કુલ 34,745 યુવાનોએ ભાગ લીધો હતો.

91% બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ

આ રિપોર્ટ ચિંતામાં વધારો કરનારો એટલે છે કે, સમસ્યા માત્ર શહેરી વિસ્તારો સુધી મર્યાદિત નથી. ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોનનો વધતો ઉપયોગ – સર્વેક્ષણ કરાયેલા લગભગ 95 ટકા પરિવારો પાસે સ્માર્ટફોન છે અને લગભગ 95 ટકા પુરુષો અને 90 ટકા મહિલાઓ તેનો ઉપયોગ કરી શકે છે. આ રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનો ઉપયોગ મનોરંજન માટે વધુ અને અભ્યાસ માટે ઓછો થઈ રહ્યો છે. 14 થી 18 વર્ષની વયના 91% બાળકો સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાનો યુગ ભારતની યુવા પેઢી ખોખલી બનવી રહ્યો છે.

ASER રિપોર્ટના ચિંતાજનક આંકડા

  • 14-18 વર્ષની વય જૂથના કુલ 86.8 ટકા લોકો શાળા કે કોલેજમાં નોંધાયેલા છે અને વય સાથે નોંધણીમાં ઘટાડો થતો જાય છે.
  • કોલેજમાં પ્રવેશ ન લેનારા યુવાનોનું પ્રમાણ 14 વર્ષની વયના 3.9 ટકાથી વધીને 16 વર્ષની વયના 10.9 ટકા અને 18 વર્ષની વયના 32.6 ટકા થઈ ગયું છે.
  • કોરોનાની મહામારીમાં મોટી સંખ્યામાં બાળકોએ અભ્યાસ છોડી દિધો છે.
  • માધ્યમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવાના સરકારના પ્રયાસોને કારણે શાળાની બહાર રહેતા બાળકો અને યુવાનોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
  • ધોરણ 11 અને 12ના 55 ટકાથી વધુ વિદ્યાર્થીઓ આર્ટસ પસંદ કરે છે.
  • 14 થી 18 વર્ષની વયના 91% બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button