સુરત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના અનાજ અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવા માંગ

સુરત જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે બગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોના કેરી, ચીકુ, કેળ, પપૈયા સહિતના પાકોને ભારે નુકસાન થવા પામેલ છે. આ બાગાયતી પાકોને વરસાદ કરતાં પણ ભારે પવનને કારણે વધુ નુકસાન થવા પામેલ છે .

જેમ કે ભારે પવનથી અનેક ખેડૂતોના ખેતરમાં વાવેલ કેળ અને પપૈયાંનો પાક તૂટીને જમીનદોસ્ત થવા પામેલ છે. ભારે પવનને કારણે ચીકુ ઝાડ ઉપરથી ચીકુ અને આબાનાં ઝાડ ઉપરથી કેરીનો પાક જમીન દોસ્ત થવા પામેલ છે. જેને કારણે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બનેલ છે. જેથી આવા અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સામે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે એ જરૂરી છે.

ભારે પવનને કારણે શાકભાજીના પાકનાં માંડવા તૂટી જવા પામેલ છે જેને કારણે આવા શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને પણ નુકસાન થવા પામેલ છે.

ઘાસચારાને પણ નુકસાન થયેલ છે. સરકાર દ્વારા કુદરતી આફત સમયે સર્વે કરાવી નુકસાન ચૂકવવા આવે છે એ આવકાર દાયક બાબત છે. પરતું અહી ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ગત રોજ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના અનાજ અને બાગાયતી પાકોને થયેલ નુકસાન નો સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે જરૂરી છે.

સોમવારે ભારે પવન તથા કમોસમી વરસાદનાં કારણે સુરત જિલ્લાના ખેડૂતોના શાકભાજી, અનાજ અને બાગાયતી પાકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે તેનો તત્કાળ સર્વે કરાવે અને ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થયુ છે તેમને આર્થિક સહાય ચૂકવાય એવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં મારી માગણી અને લાગણી છે. દર્શનકુમાર એ . નાયક, જિલ્લા ખેડૂત આગેવાન

Related Articles

Back to top button