વિશ્વ

G-20 સમિટ: પીએમ મોદીની આ વાત સાંભળી આફ્રિકન યુનિયનના પ્રમુખ ભાવુક થઈ તેમને ભેટી પડ્યા

ભારતની અધ્યક્ષતામાં આજે તા. 9 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં જી-20 સમિટ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ ભારત મંડપમમાં વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને મોરક્કો ભુકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. મોદીએ કહ્યું કે, આ દુ:ખની ઘડીમાં અમે મોરક્કોની સાથે છે.

વડાપ્રધાને પોતાના સંબોધનના પ્રારંભમાં કહ્યું કે, હું ઉપસ્થિત તમામ સભ્યોની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલાં આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા સાથે જી 20ના કાયમી સભ્ય તરીકે હું તેમને તેમનું સ્થાન લેવા આમંત્રણ આપું છું. વડાપ્રધાને આફ્રિકન યુનિયનને જી20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.

પીએમના આ પ્રસ્તાવને ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આફ્રિકન યુનિયનના પ્રમુખ અજાલી અસોમાની ભાવુક થઈ વડાપ્રધાન મોદીને ભેટી પડ્યા હતા. આફ્રિકન યુનિયનને જી20માં સામેલ કરવા મામલે ચીન અને યુરોપયન યુનિયને પણ ભારતના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

21મી સદી દુનિયાને નવી દિશા આપી રહી છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટને સંબોધતા કહ્યું કે, 21મી સદી વિશ્વને નવી દિશા આપવા જઈ રહી છે. કોરોના પછી વિશ્વ સામે વિશ્વાસનું સંકટ ઉભું થયું છે. યુક્રેન યુદ્ધે આ સંકટને ઘેરું બનાવ્યુંછે. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા કરી વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ.

હાલમાં વિશ્વ સામે આત્મવિશ્વાસની કટોકટીનો પ્રશ્ન ઉભો થયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર વડાપ્રધાને આપતા વડાપ્રધઆને કહ્યું, આજના સમયમાં વર્ષો જૂના પડકારો આપણી પાસે નવા ઉકેલ માંગી રહ્યાં છે. તેથી આપણે (વિશ્વ)એ માનવ શાંતિના અભિગમ સાથે તમામ જવાબદારીઓને નિભાવી આગળ વધવાનું છે. બધાએ સાથે મળીને ચાલવાનો આ સમય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button