તાપી

ડાંગરના પાકમાં પશુ ચરાવવા મુદ્દે પશુપાલકો સામે એટ્રોસિટી

ઉકાઈ નજીક આવેલા પાથરડા ગામે રહેતાં અલીનાબહેન ગામિતે ઉકાઈ પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ ગત દિવસોમાં પશુપાલકોના પાંચ કિશોરો એ મહિલા ના ડાંગર ના ખેતરમાં ઢોર ઘુસાડી દઈ ડાંગર ના પાક ને નુકસાન પહોંચાડ્યું હતું.

આ પૈકીના એક કિશોરે ફરિયાદીના ભાભીને જાતિ વિષયક અપમાન કરતાં શબ્દો કહ્યા હતાં. 18 સપ્ટે. ના દિવસે પણ સુરા ભાઈ ચાવડાના દીકરાએ પાકમાં ઢોર ઘુસાડી નુકસાન કર્યું હતું અને વિજયભાઈ અને અન્યો સાથે ગાળ ગલોચ કર્યા હતાં. આ બાબતે સુરાભાઈ ચાવડા અને તેમના દીકરા તથા રાજ, , અજાણ્યો અને પાંચ કિશોર સામે ફરિયાદ દાખલ થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button