માંડવી

ફરીથી દેખાઇ જાતિ વિષયક લડાઇ: શું લોકો શારીરિક દુનિયામાં ભગવાનના ઘરેથી જાતિ બળ લઇને આવ્યા છે?

ટ્રક ચલાવવાની બાબતમાં આદિવાસી/મુસ્લિમ યુવાનો વચ્ચે લડાઈ

માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ટાંકી ફળિયામાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે મજૂરી કામ કરનાર યુવાનને તથા તેની સાથેના કંડક્ટરને સ્થાનિક યુવાનો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી કરી માર મરાયો હતો. જેમની વિરુદ્ધમાં ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામે રહેતા સંજયભાઈ રાઠોડ ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન તડકેશ્વર શીફા હોસ્પિટલ આગળ વળવા માટે સિગ્નલ લાઈટ બતાવી ઉભેલ પીકઅપ ગાડીને ઓવરટેક કરી હતી. ત્યારબાદ પિકઅપને ચાલકે ટ્રકને ઓવરટેક કરી પિકઅપ ટ્રક આગળ મુકી દઈ તેમને ટ્રક જોઈને ચલાવો તેમ કહી પિકઅપ ચાલક નીકળી ગયો હતો. ત્યારબાદ તડકેશ્વરના રહીશ ઈસરાર ઈકબાલ કરોડિયા મોટરસાઈકલ પર આવી જાતિ વિષયક ગાળો આપી કંડક્ટર સાઈડ બેઠેલ સંજયભાઈને ખેંચી પાડી પથરાવાળી જગ્યા પર નીચે નાંખી દેતા સંજયભાઈને ઈજા પહોંચી હતી. આમ હાઈવા ટ્રક (GJ-05BZ-7085)ના ચાલક તથા કંડક્ટર સાથે બોલાચાલી કરી જાતિવિષયક ગાળો આપનાર સામે એટ્રોસિટીની ફરિયાદ આપતાં ચકચાર મચી ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button