નર્મદા

ડેડીયાપાડાના મોઝદા રાઉન્ડમાં પેટ્રોલિંગ કરતા બીટગાર્ડ પર બે લાકડા ચોરોનો હુમલો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા મોઝદા રાઉન્ડમાં નામગીર ફાટકથી આગળ આવેલા વિસ્તારમાં કંપાર્ટમેન્ટ તરફ ફરજ બજાવતા વન વિભાગના બીટગાર્ડ ઉપર બે ઇસમોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બીટગાર્ડએ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મોજદા ગામના ઈન્દ્રસિંહ ભરતસિંહ ગોહીલએ આપેલી ફરિયાદ મુજબ તેઓ સગાઈ રૅન્જમા બંટાવાડી બીટમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જેથી તેઓ મોઝદા રાઉન્ડમાં નામગીર ફાટકથી આગળ આવેલા જંગલ વિસ્તારમાં કંપાર્ટમેન્ટ ખાતે પોતાની ફરજ ઉપર પેટ્રોલિંગમાા હતા. તે દરમિયાન (1) સુરેશભાઈ અમરસિંગભાઈ વસાવા અને (2) શૈલેષભાઈ ભારજીભાઈ વસાવા બંન્ને જંગલ ખાતાનું ઝાડ ગેકાયદેસર રીતે કાપતા હતા. બીટગાર્ડએ ઝાડ કાપતા રોકવા જતા એ બંનેએ હુમલો કર્યો હતો. આજે તો તું બચી ગયો છે. ફરીવાર આ જંગલ વિસ્તારમાં એકલો મળશે તો તને જાનથી મારી નાંખીશુ તેમ કહી તેમણે બીટગાર્ડની ફરજમાં રુકાવટ કરી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. બીટગાર્ડએ બંને વિરૂદ્ધ ફરિયાદ આપતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button