તાપી

વાલોડમાં ચારો કાપવાની બાબતે ખેડૂત પર ખૂંખાર હુમલો

વાલોડ શેઢી ફળિયા ખાતે રહેતા રમણભાઈ હરિભાઈ હળપતિ પોતાના ખેતરે ઘાસચારો કાપ્યા બાદ તેને લઇ ઘર તરફ જઈ રહ્યા હતા,ત્યારે રસ્તામાં શેઢી ફળિયા ખાતે જ રહેતા વિનોદભાઈ નગીનભાઈની દુકાન સામેથી પસાર થતો હતો.

ત્યારે વિનોદભાઈએ દુકાનની બહાર ઉભા રહી બૂમ પડી કહેવા લાગેલ કે જે ચારો લઈ આવેલ છે તે મારા ખેતરમાંથી કાપી લાવેલ છે, તું ચોર છે તેમ કહી બોલાચાલી કરી ગાળા ગાળી કરવા લાગેલ અને ત્યારે રમણભાઈએ જણાવ્યું હતું કે, મે મારા ખેતરમાંથી ચારો કાપેલ છે તેવી વાત કરતા વિનોદભાઈએ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને દુકાનમાં બાજુમાં પડેલ લાકડું લઈને રમણભાઈ ને દોડી ડાબા હાથના કોળીના ઉપરના ભાગે લાકડાના બે સપાટા મારી દીધા હતા, આ સપાટા મારને કારણે રમણભાઈ સાયકલ ઉપરથી નીચે પડી જતા તેમના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગતા જીવ બચાવી રમણભાઈ પોતાની બહેન વનીતાના ઘરે જતા રહેલા હતા, આ રસ્તામાં વિનોદભાઈએ હવે પછી જો દેખાયો તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. રમણભાઈનો પૌત્ર 108 એમ્બ્યુલન્સમાં ફોન કરી વાલોડ સરકારી દવાખાને લઈ જઈ પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સરદાર હોસ્પિટલમાં લઈ ગયા હતા.

Related Articles

Back to top button