રમતગમત

ભારે રસાકસી અને રસપ્રદ મેચના અંતે ઓસ્ટ્રેલિયાનો ફાઇનલમાં પ્રવેશ

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે (16 નવેમ્બરે) દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટી સેમિફાઇનલ મેચ રમાઇ રહી છે. મેચ ખુબ જ રસાકસીપુર્ણ રહી હતી. ખુબ જ દિલધકડ મેચમાં આખરે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટથી મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તે ભારત સામે ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 તારીખે ટકરાશે.

ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે (16 નવેમ્બરે) કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સેમિફાઇનલ મેચ રમાઇ રહી છે. આ સેમિફાઇનલ મેચમાં ભારે રસાકસી બાદ આખરે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.હવે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો 19 નવેમ્બરે ભારત સામે વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં થશે.

ઓસ્ટ્રેલિયાનું સ્કોરકાર્ડ

  • પ્રથમ વિકેટઃ ડેવિડ વોર્નર (29), વિકેટ- એઈડન માર્કરામ (1-60)
  • બીજી વિકેટઃ મિચેલ માર્શ (0), વિકેટ- કાગિસો રબાડા ( 2-61)
  • ત્રીજી વિકેટ: ટ્રેવિસ હેડ (62), વિકેટ- કેશવ મહારાજ (3-106)
  • ચોથી વિકેટ: માર્નસ લાબુશેન (18), વિકેટ- તબરાઈઝ શમ્સી (4-133)
  • પાંચમી વિકેટ: ગ્લેન મેક્સવેલ (1), વિકેટ – તબરેઝ શમ્સી (5-137)
  • છઠ્ઠી વિકેટ: સ્ટીવ સ્મિથ (30), વિકેટ- ગેરાલ્ડ કોએત્ઝી (6-174)
  • 7મી વિકેટ: જોશ ઈંગ્લિસ (28), વિકેટ- ગેરાલ્ડ કોએત્ઝી (7-193)

મિલરે સદી ફટકારીને આફ્રીકાને સ્ટેબલ કર્યું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 24 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 95 રનની ભાગીદારી કરી આફ્રિકાને 100 રનથી આગળ લઈ ગયા. આ પછી ટ્રેવિસ હેડે ક્લાસેન અને માર્કો જેન્સેનને સતત બોલ પર આઉટ કરીને આફ્રિકન ટીમને ફરીથી બેક ફૂટ પર લાવી દીધી હતી.

ડેવિડ મિલરે 116 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા આવ્યા હતા. આ સિવાય હેનરિક ક્લાસને 48 બોલમાં 47 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવુડને પણ બે-બે વિકેટ મળી.

દક્ષિણ આફ્રિકાનું સ્કોરકાર્ડ (212, 49.4 ઓવર)

  • પ્રથમ વિકેટઃ ટેમ્બા બાવુમા (0), વિકેટ-મિચેલ સ્ટાર્ક (1-1)
  • બીજી વિકેટઃ ક્વિન્ટન ડી કોક (3), વિકેટ- જોશ હેઝલવુડ (2-8)
  • ત્રીજી વિકેટ: એઇડન માર્કરામ (10), વિકેટ- મિશેલ સ્ટાર્ક (3-22)
  • ચોથી વિકેટ: રાસી વાન ડેર ડ્યુસેન (6), વિકેટ- જોશ હેઝલવુડ (4-24)
  • પાંચમી વિકેટ : હેનરિક ક્લાસેન (47), વિકેટ- ટ્રેવિસ હેડ (5-119)
  • છઠ્ઠી વિકેટ: માર્કો જેન્સેન (0), વિકેટ- માર્કો જેન્સેન (6-119)
  • સાતમી વિકેટ: ગેરાલ્ડ કોએત્ઝી (19), વિકેટ- પેટ કમિન્સ (7- 172)
  • આઠમી વિકેટ વિકેટ: કેશવ મહારાજ (4), વિકેટ- મિચેલ સ્ટાર્ક (8-191)
  • નવમી વિકેટ: ડેવિડ મિલર (101), વિકેટ- પેટ કમિન્સ (9-201)
  • દસમી વિકેટ: કાગિસો રબાડા (10), વિકેટ- પેટ કમિન્સ (10) -212)

આ મેચમાં સુકાની બાવુમાએ લુંગી એનગીડીની જગ્યાએ તબરેઝ શમ્સીનો સમાવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે પણ ટીમમાં બે ફેરફાર કર્યા, માર્કસ સ્ટોઈનિસ અને સીન એબોટને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. આ બે ખેલાડીઓની જગ્યાએ ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્કની કાંગારુ ટીમમાં વાપસી થઈ છે. તેમ્બા બાવુમા મેચમાં 100 ટકા ફિટ નહોતો, છતાં તે રમવા માટે બહાર આવ્યો હતો. તેણે પોતે ટોસ દરમિયાન આ વાત કહી.

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોટઝી, કાગીસો. રબાડા, તબરેઝ શમ્સી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button