વિશ્વ

ભારતની જાસૂસી કરવા સક્ષમ એવોક્સ યુદ્ધ વિમાન ચીની સૈન્યમાં સામેલ

ચીને અમેરિકાને ટક્કર આપે તેવું વિમાન તૈયાર કર્યું

ચીને તાજેતરમાં જ એક અત્યંત ઘાતક જાસૂસી વિમાન કેજે ૬૦૦ એવોક્સનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. ચીનની સેના માટે બનાવવામાં આવેલુ આ આગામી પેઢીનું ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ છે. તેની સરખામણી અમેરિકાના ઇ-૨ હોકઆઇ વિમાન સાથે કરવામાં આવે છે. જોકે આ વિમાનથી ભારતને કેટલો ખતરો છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે.

કેજે-૬૦૦ ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટનો ચીની સૈન્યમાં સમાવેશ થઇ જતા સૈન્યની ક્ષમતામાં વધારો થઇ ગયો છે. ચીન સતત આકાશથી સરહદો પર નજર રાખી રહ્યું છે. આ વિમાનની મદદથી તે ભારતની જાસૂસી કરી શકે છે. આ વિમાન સરહદી સર્વિલંસ, કમાંડ અને કંટ્રોલ માટે બનાવવામાં આવ્યું છે. સિઆન નામની કંપની દ્વારા આ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. તેની ફ્લાઇટ ટ્રાયલ ૨૦૨૦ના અંતમાં શરૂ થઇ હતી. તે જ સમયે વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઇ હતી જેની શરૂઆત પણ ચીનથી થઇ હતી.

આ એરક્રાફ્ટમાં બે ટર્બોપ્રોપ એન્જિન લગાવેલા છે, સાથે જ વધારે ઇંધણ પણ ભરવું શક્ય છે જેને કારણે લાંબા અંતર સુધી આ વિમાન વધુ સમય સુધી ઉડી શકે છે.

વિમાનમાં બહુ મોટુ ડોર્સલ રૈડોમ લગાવેલું છે. જેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર લગાવેલુ છે. ચીને આવા ચારથી છ વિમાન બનાવ્યા છે. આ વિમાનને પાંચથી છ લોકો મળીને ઉડાવી શકે છે. ૫૯.૬ ફુટ લાંબુ અને ૧૮.૯ ફુટ ઉંચુ જહાજ ૨૫,૪૦૧ કિલોગ્રામ વજન ધરાવે છે. અને મહત્તમ ૬૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. તેની રેંજ ૧૨૫૦ કિમીની છે. વચ્ચે ફ્યૂલ મળી જાય તો તે ૨૮૦૦ કિમી સુધીનું અંતર પણ કાપી શકે છે. આ વિમાન આશરે ૫૦ હજાર ફૂટની ઉંચાઇ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button