નર્મદા

ડેડીયાપાડાના બાબદા ગામે 2 ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બાબદા ગામની સીમમાં આવેલી માલિકીની જમીન બે ભાઈઓ પરત નહિ આપી પચાવી પાડતા લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી અનુસાર દેડીયાપાડાના જોગનસિંગ જાલમસિંગભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ (1) જંયતી રામસિંગભાઈ વસાવા તથા (2) પ્રતાપ રામસિંગભાઈ વસાવા બંન્નેને જોગનસિંગ વસાવાએ બાબદા ગામની સીમમાં આવેલ પોતાની માલીકીવાળી જમીન છે. જમીનમાં દબાણ કરી કબ્જો કરેલ હોય અને જમીન પરત સોંપવા માટે અવાર નવાર જણાવવા છતાં ધાક ધમકીઓ આપી આજદિન સુધી આ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરેલ જમીન પરત નહીં આપતા આ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી, કબ્જો જમાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

Related Articles

Back to top button