માંડવી

માંડવીના બલેઠી અને લૂહારવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું

વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના બલેઠી અને લુહારવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

જેમાં આંકડા મદદનીશ રાજેશભાઈ સોલંકી તથા અન્ય મહાનુભાવોએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે લૂહારવડ ગામે ડેપ્યૂટી કલેક્ટર સ્ટેમ્પ પલક ત્રિવેદી, બલેઠી ગામના સરપંચ નંદુબેન ચૌધરી, વિસ્તરણ અધિકારી માંડવી નયનભાઈ પરમાર, જિલ્લાના સભ્ય અનિલભાઈ વહીવટદાર પ્રવિણભાઈ, મુખ્યસેવીકા જીજ્ઞાબેન, પ્રાથમિક શાળાના આચાર્ય બકુલાબેન ચૌધરી, આંકડા મદદનીશ રાજેશભાઈ સોલંકી, તલાટી કમ મંત્રી લાલજીભાઈ, વાસ્મો યોજનામાંથી સચીનભાઈ, મુખ્ય સેવિકા અંકિતાબેન ગામીત, આંગણવાડી વર્કર, તેડાગર અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button