વિશ્વ

જહાજ અથડાતાં Baltimore Bridge ના બે ટુકડાં, પુલ સાથે અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ

આજે વહેલી સવારે USAના બાલ્ટીમોરમાં ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’ (Francis Scott Key Bridge) સાથે એક મોટું કન્ટેનર ભરેલું જહાજ અથડાયું હતું. જહાજ ટકરાવના કારણે પુલનો મોટો ભાગ હિસ્સો ધરાશય થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ઘટના સમયે પુલ પર ઘણા વાહનો અને લોકો હાજર હતા. ઘણી કાર અને લોકો પુલ તૂટતાની સાથે પાણીમાં ગરકાવ થતાં જોવા મળ્યા. ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે બાલ્ટીમોર ફાયર વિભાગે પુલ તૂટી પડવાને કારણે મોટાપાયે જાનમાલના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે. નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે. પટાપ્સકો નદી પરનો આ પુલ 1977માં બાંધવામાં આવ્યો હતો.

Francis Scott Key Bridge ની વિશેષતા

આ પુલ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટને સમર્પિત છે. માલવાહક જહાજની લંબાઈ 948 ફૂટ હોવાનું કહેવાય છે. ટક્કર બાદ જહાજ પણ ડૂબી ગયું હતું. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જહાજ પુલ સાથે અથડાતું જોઈ શકાય છે. અથડામણ પછી, જહાજમાં આગ લાગી અને ‘ફ્રાંસિસ સ્કોટ્સ બ્રિજ’નો એક ભાગ નદીમાં ડૂબી ગયો. આ પુલની લંબાઈ 3 કિમી (1.6 માઈલ) હોવાનું કહેવાય છે. ડાલી નામના જહાજ પર સિંગાપોરનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ જહાજ ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીની માલિકીનું હોવાનું કહેવાય છે, જેનું સંચાલન સિનર્જી મરીન ગ્રુપ પાસે હતું.

મોટા પાયે જાનહાનિ થયાના સમાચાર

જે જહાજની બ્રિજ સાથે ટક્કર થઈ તે શ્રીલંકા જઈ રહ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે દુર્ઘટના સમયે બ્રિજ પર કેટલા લોકો અને વાહનો હાજર હતા. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર બ્રિજ પર અકસ્માત બાદ તમામ લેન બંધ કરી દેવામાં આવી છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રોયટર્સ અનુસાર, ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડે કહ્યું છે કે જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી. જહાલ પુલ સાથે કેવી રીતે અથડાયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પટાપ્સકો નદીમાં આ સમયે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે. આવી સ્થિતિમાં અકસ્માત બાદ નદીમાં પડતા લોકોના જીવ પર ગંભીર ખતરો ઉભો થયો છે. કારણ કે ઓછા તાપમાનના કારણે લોકો હાઈપોથર્મિયાનો શિકાર બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button