બારડોલી

બારડોલી પાલિકાની કરોડોની 12 મિલકતો, પણ નગરજનોને‎માત્ર 7 જ ઉપયોગી, 3ની હરાજીની રાહ, 2 અડધી જ ખુલ્લી

અનેક મિલકતો બંધ પડી હોવાથી પાલિકા આવક અને નગરજનો સુવિધાથી વંચિત

બારડોલી નગરમાં અલગ અલગ વિસ્તારમાં પાલિકાની કરોડો રૂપિયાની 12 મિલકતો આવેલી છે. જેમાં શોપિંગની દુકાનો, શાકભાજી માર્કેટમાં શેડ, અને માર્ગ પરની દુકાનો, કેબીનો હરાજી બાદ, નિયમોનુસાર ભાડું નક્કી કર્યા બાદ વસૂલાત પાલિકા કરતી આવી છે. જેમાં 7 મિલકતોનું કુલ ભાડું 64,05,699 છે. અને દર વર્ષે એવરેજ 60 ટકાથી વધુ વસૂલાત કરવામાં આવે છે. પરંતુ પાલિકાના શાસકો હજુ સુધી 3 મિલકતોની હરાજી વર્ષો પછી પણ કરી શક્યા નથી. જેના કારણે આવક હજુ પણ શૂન્ય છે.

વધુમાં 2 મિલક્તોની અડધી દુકાનોની જ હરાજી થઈ હોવાથી, ભાડુની રકમ અડધી જ આવે છે. 7 મિલકતોની તમામ દુકાન, શેડ અને કેબીનોની હરાજી થઈ હોવાથી નગરજનોને ઉપયોગી બનવા સાથે ભાડુની આવક મળી રહી છે. જ્યારે 2 મિલ્કતોની અડધી દુકાનોની હજુ સુધી નગરજનોને વર્ષો પછી પણ ઉપયોગી બની નથી. માત્ર નગરજનોના રૂપિયાનો ખર્ચાયા છે, જ્યારે સુવિધા અને આવક મળી નથી. છતાં પાલિકાના અઘિકારીઓ અને પદાધિકારીઓ બંધ મિલકતોને કઈ રીતે કાર્યરત કરી શકાય, જે અંગેનું પ્લાનિંગ હજુ સુધી કરી શક્યા નથી. નગરની બંધ મિલકતો પણ જલ્દી શરૂ કરવામાં આવે તો, આવકમાં વધારો સાથે નગરજનોને સુવિધામાં પણ વધારો મળી શકે.

પાલિકાની 7 મિલકતોના કુલ 64.05 લાખના ભાડા સામે એવરેજ 62 ટકા વસૂલાત , જયારે 3 મિલકતની આવક શૂન્ય

મચ્છી માર્કેટ પણ 10 વર્ષથી વધુ સમય થઈ ગયો, હરાજી થઈ શકી નથી. આ વિસ્તારની કચરાપેટી બની ગઈ છે. ત્રણ માર્કેટોમાં બે માર્કેટના રૂપિયાનો બગાડ જ કહી શકાય, ત્રીજી પણ એજ માર્ગે છે.મહાત્મા ગાંધી શોપિંગની 27 દુકાનોની હરાજી થઈ હતી, પરંતુ સમયસર રૂપિયા ભરી શક્યા જ નહિ. ત્યારબાદ પાલિકાએ હરાજી કરી જ નથી. હજુ ઘણી દુકાનો બાકી છે. જેપી શાકભાજી માર્કેટની પણ એક વખત હરાજી બાદ, ફરી પ્રયત્ન કરાયો નથી, 12 વર્ષથી બંધ અને જર્જરિત બની રહી છે.

બારડોલી નગરપાલિકાની મિલ્કતોની ભાડાની વસૂલાતમાં પાછલા વર્ષનું બાકી અને વર્ષનું ભાડું મળી વર્ષે 2022 23માં કુલ 58,80,783નું ભાડું સામે 38,04,336 રૂપિયાની વસૂલાત કરી 64 ટકા રિકવરી કરી હતી. જ્યારે વર્ષે 2023-24 વર્ષમાં કુલ 64,05,699 રૂપિયા ભાડું સામે 40,48,119 રૂપિયાની વસૂલાત કરી 63 ટકા રિકવરી કરી હતી. જે ગત વર્ષની સરખામણીમાં 1 ટકાનો ઘટાડો થયો છે.

પાલિકાની ચંદ્રમણી શંકર શાકભાજી માર્કેટના ઓટલા અને દુકાનો વર્ષો પહેલા હરાજી થઈ હતી, પણ શરૂ થઈ શકી ન હતી, છેલ્લા ત્રણેક વર્ષથી અમુક દુકાનો ખુલ્લી છે, અંદરની દુકાન અને ઓટલા પર હજુ ધંધો શરૂ થયો નથી. જોકે આ જગ્યાનું અમુક ભાડું રેગ્યુલર ભરે છે, જ્યારે અમુક ધારકો ભાડું ભરતા નથી. જેથી સતત પાછલી બાકી વધતી રહે છે. જેના કારણે ભાડુંની વસુલાત ઘટી છે.

બારડોલી નગરપાલિકાના દબાણ વિભાગના અધિકારી અમરભાઈ શાહના જણાવ્યા મુજબ પાલિકાની મિલકતોનું ભાડું વસૂલાત માટે, બાકીદારો સામે કડક પગલાં લેવામાં આવે જ છે. 100થી વધુ નોટીશ પણ આપીને એવરેજ 62 થી 63 ટકા વસૂલાત કરતા આવ્યા છે.

Related Articles

Back to top button