ગુજરાત

બારડોલી સુગર રાજ્યમાં બીજા નંબરે “બેસ્ટ સુગર” તરીકે પસંદગી થઈ

મઢી ખાતે ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘની 63મી વાર્ષિક સભા મળી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી સંઘ મંડળીના કમ્પાઉન્ડમાં ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભાના તમામ કામોને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતાં. કેન્દ્ર સરકારે ઈથેનોલમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો. સભામાં ગુજરાત રાજ્યમાં બેસ્ટ એવોર્ડ ગણદેવી મુકામે એનાયાત કરવામાં આવ્યો હતો. બીજો એવોર્ડ બારડોલી સુગરને, ત્રીજો નર્મદા સુગરને તેમજ કોપર સુગરને આપવામાં આવ્યો હતો. ગુજરાતના શેરડી પકવતાં ખેડૂતોમાં ગણદેવી સુગર, બારડોલી સુગર, ચલથાણ સુગર, નર્મદા સુગરના ખેડૂતોનોને બેસ્ટ એવોર્ડ તથા સાલ ઓઢાડી તેમજ ટ્રોફિ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

વધુમાં ઈથેનોલના લિટર 46 રૂપિયાની જગ્યાએ કેન્દ્ર સરકારે લિટરના 56 રૂપિયા કરવામાં આવ્યા હતાં. તેમજ ખાંડ ઉદ્યોગ મંડળીઓની સમસ્યાઓની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહની કામગીરીના વિશેની માહિતી આપવામાં આવી હતી. ખાંડ ઉદ્યોગ સંઘના મેનેજિંગ ડિરેક્ટર અમૃતભાઈ એન. પેટલ ને નિવૃત્ત વય મર્યામાં સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ કરશનભાઈ પટેલે પંડવાઈ સુગરનું નિર્માણ કરવા મને ગુજરાત ગર્વમેન્ટની નોકરી છોડી પંડવાઈ સુગરના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિષ્ઠાથી ફરજ બજાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે મેનેજિંગ ડિરેક્ટરના પદના કોઈપણ દિવસ કેટલાક ફેક્ટરીમાં આધૂનિકરણ કરવાના નામે શેટિંગ કરતાં હોય છે. પરંતુ મારા કેટલાક મિત્રો પણ મને ખરીદીમાં રાખવાનું કહેતા હતાં. પરંતુ આજે આ જાહેરમંચ પરથી કહેવું છે ખેડૂતનો દીકરો તરીકે એક પણ રૂપિયાનો ભ્રષ્ટ્રાર કર્યો નથી. ગણદેવી સુગરના ઈન્ચાર્જ પ્રમુખ રતીલાલ સહ પટેલને શેરડીના સંશોધન અને ખેડૂતોને વધારે ઉત્પાન માટે સારી કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. સભાના તમામ કામકાજ ઈન્ચાર્જ એમડી જી. આર. ઠક્કરે વાંચન કર્યું હતું. આભારવિધી બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશ પટેલે કરી હતી. તેમજ મઢી સુગરના પ્રમુખ, ઉપપ્રમુખ કમિટીના સભ્યો મેનેજિંગ ડિરેક્ટર અને કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button