Uncategorisedગુનોબારડોલીસુરત

ચોર સમજી ચાર ઈસમોને જાહેરમાં ફટકારનાર બારડોલીના ભાજપ અગ્રણી સહિત 7 સામે ફરિયાદ નોંધાય

બારડોલી શહેરમાં આવેલા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટનામા આખરે ભાજપ અગ્રણી સહિત 7 સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. ચાર શંકાસ્પદ ઇસમને ચોર સમજીને ટોળાએ ઢોર માર મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને ઇસમનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી હતી. ચાર પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના શુક્રવાર ની રાત્રે બની હતી.

મળતી માહિતી અનુસાર ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર આવતા હોવાની વાતથી રહીશો રાત્રિ ફેરી ફરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ચોર ટોળકીએ રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ કરી સ્થાનિકો પર પથ્થરમારો પણ કર્યો હતો. ચોરની બૂમ વચ્ચે ચાણક્યપુરી અને આજુબાજુની સોસાયટીના રહીશો રાત્રિ ફેરી કરી ચોરો સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી વિસ્તારમાં સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીની પાછળ ચાર અજાણ્યા શકમંદ ઈસમો નજરે પડતા લોકો ચોર સમજી તૂટી પડ્યા હતા. આખી ઘટનાનો લાઈવ વિડીયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે જેને જાહેરમાં ઢોરની જેમ મારવામાં આવ્યા એ બંને ઈસમ ચોર છે કે કેમ તે હજી સુધી નક્કી થયુ નથી. ટાઉન પોલીસે ઇજાગ્રસ્ત ચારેય ઇસમોનો કબજો મેળવી તેમની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવી રહી છે. પોલીસે તમામ ઈસમોની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચારેય યુવકે માછલી પકડવા આવ્યા હોવાનો ખુલાસો પણ પોલીસ સમક્ષ કર્યો છે. મોબલિંચિંગ જેવી ઘટનાએ આકાર લેતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે ‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ પણ વાયરલ થઇ હતી.

ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરની બૂમો પડી રહી હતી. ત્યારે લોકો પોતાની સલામતી માટે રાત્રિ ફેરી ફરી કરવા મજબૂર બન્યા હતા. જો કે, કેટલાક આગેવાનો રોજેરોજ ‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફોટો સાથે શેર કરતા હોય, તેના કારણે વિસ્તારનું વાતાવરણ ગરમાયુ હતું. જેનો ભોગ શંકાસ્પદ ઈસમો બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે મોબલિંચિંગ જેવી ઘટના માટે જવાબદાર કોણ?

ટોળાનો ભોગ બનનારા ઈસમો
ઈશ્વર પુને પવાર, રવિ દાસુ ગામીત, ચીમન શિવરામ પવાર, ગુલાબ જીવણ પવાર નામ હોવાનું બહાર આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button