રાજનીતિરાજસ્થાન

રાજસ્થાનના નવા CMના નામની જાહેરાત, ભજન લાલ શર્મા બન્યા મુખ્યમંત્રી

રાજસ્થાનમાં નવા સીએમને લઈને સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. સાંગાનેર સીટથી ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા (Bhajanlal Sharma) રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના નિરીક્ષકોએ ધારાસભ્ય દળની બેઠક બાદ ભજનલાલ શર્માનું નામ ફાઈનલ કર્યું છે. આ સાથે બે નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે, જેમાં દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા બંનેને નાયમ મુખ્યમંત્રી બનાવાયા છે. વાસુદેવ દેવનાનીને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે.

પહેલીવાર ધારાસભ્ય બન્યા છે

ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. RSS અને ABVP સાથે સંકળાયેલા છે.

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી સંસ્થામાં કામ કરે છે. તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડાવી અને તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સાંગાનેરના ધારાસભ્ય છે ભજનલાલ શર્મા

તમને જણાવી દઈએ કે સાંગાનેર સીટ ભાજપનો ગઢ છે. આવી સ્થિતિમાં ભજનલાલ શર્માએ જીત નોંધાવી હતી. સંગઠનમાં તેમની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી પદની વિશાળ જવાબદારી સોંપવામાં આવી છે.

રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠક પહેલા ધારાસભ્યો અને નિરીક્ષકોનું ફોટો સેશન પણ થયું હતું. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા છે. ત્રણેય નેતાઓ જયપુર છે. રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન ટુ વન મુલાકાત કરી હતી.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથસિંહ સાથે ફોન પર વાત કરી હતી. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરા માટે ભાજપના નવા ધારાસભ્યો પાસેથી સલાહ લેવાઈ હતી. આ પછી ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ આજે સીએમ પદની જાહેરાત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button