રાજનીતિરાજસ્થાન

કરોડોની મિલકતના માલિક રાજસ્થાનના નવા CM, જાણો કોણ છે ભજન લાલ શર્મા?

રાજસ્થાનને નવા મુખ્યમંત્રી મળ્યા છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને સર્વસંમતિથી મંજૂરી મળી છે. નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાંથી ત્રણમાં જંગી જીત મેળવનાર ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સીએમ ઉમેદવારની સસ્પેન્સનો અંત આણી દીધો છે. બંને રાજ્યોમાં હાઈકમાન્ડે નવા ચહેરાઓને મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા અને રાજસ્થાનમાં પણ તે જ જોવા મળ્યું છે.મધ્યપ્રદેશમાં મોહન યાદવ સીએમ તરીકે ચૂંટાયા જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને આ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશ-છત્તીસગઢની જેમ રાજસ્થાનના મુખ્યમંત્રી પણ કરોડોની સંપત્તિના માલિક છે.

અમિત શાહ અને જેપી નડ્ડાના વિશ્વાસુ

RSS સાથે જોડાયેલા રહેવાની સાથે ભજનલાલ શર્મા છાત્ર સંગઠન ABVP સાથે પણ જોડાયેલા રહ્યાં હતા. અમિત શાહ સિવાય તે જેપી નડ્ડાના પણ વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક યોગ્યતા વિશે વાત કરવામાં આવે તો ભજનલાલ શર્મા રાજસ્થાન યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમણે 1993માં પોલિટિક્સમાં એમએની ડિગ્રી મેળવી હતી.

આટલી સંપતિના માલિક છે ભજનલાલ શર્મા

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા ભલે પહેલીવાર ધારાસભ્ય બન્યા હોય, પરંતુ તેઓ સંગઠનમાં મજબૂત વ્યક્તિત્વ રહ્યા છે. તેઓ અમિત શાહના નજીકના ગણાય છે. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો તે એક કરોડની સંપતિના માલિક છે અને તેની કુલ સંપત્તિ 1.40 કરોડ રૂપિયા છે, જ્યારે તેના પર 35 લાખ રૂપિયાની લોન છે. રાજસ્થાનના નવા સીએમ ભજન લાલ શર્માની કુલ નેટવર્થમાંથી રૂ. 1,15,000 રોકડ છે, જ્યારે આશરે રૂ. 11 લાખ વિવિધ બેન્કોમાં તેમના ખાતામાં જમા છે. આ સિવાય ત્રણ તોલા સોનું છે, જેની કિંમત 1,80,000 રૂપિયા છે.જો શેર કે બોન્ડની વાત કરવામાં આવે તો તેમણે તેમાં કોઈ રોકાણ કર્યું નથી, પરંતુ તેની પાસે LIC અને HDFC લાઈફની બે વીમા પોલિસી છે, જેની કિંમત રૂ. 2,83,817 છે. આ સિવાય વાહનોની વાત કરવામાં આવે તો ભજન લાલના નામ પર ટાટા સફારી છે, જેની કિંમત એફિડેવિટમાં રૂ. 5 લાખ દર્શાવવામાં આવી છે, આ સિવાય ટીવીએસ વિક્ટર પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button